રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે કાળી ચૌદસના દિવસે પાલીતાણાના ભૈરવનાથ મંદિર ખાતે યજ્ઞમાં બેસી પૂજા અર્ચના કરી હતી. તેમણે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાષ્ટ્રની સુરક્ષા માટે કાળભૈરવ દાદાને નમસ્કાર અર્થે યજ્ઞમા હાજર રહી હુ ધન્યતા અનુભવી રહ્યો છુ. સમગ્ર ગુજરાત તેમજ દેશ વિદેશમા રહેતા તમામ ગુજરાતીઓને તેમણે દિવાળીની શુભેચ્છા પાઠવી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તેમ પણ ઉમેર્યુ હતુ. વધુમા જણાવ્યુ હતુ કે ગુજરાતના લોખંડી મહાપુરુષ સરદાર વલ્લ્ભભાઈ પટેલના ભગીરથ પ્રયાસો થકી આજ એક ભારત શ્રેષ્ઠ ભારત સાકારીત થવા જઈ રહ્યુ છે.તેમની સાથે રાજ્યના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, સહિતના મહાનુભાવો જોડાયા હતા. માનનીય મુખ્યમંત્રી આજે કાળી ચૌદસના દિવસે ૧૩૦ વર્ષ જૂના ભૈરવનાથ મંદિરે પધાર્યા ત્યારે સ્થાનિક અગ્રણીઓએ તેમને ભાવપૂર્વક આમંત્રિત કરી અને કાળભૈરવ મંદિરના પૂજારી રમેશભાઈ શુકલએ માનનીય મુખ્યમંત્રીને ઉષ્માભેર આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે રાષ્ટ્રની સુરક્ષા માટે ફૌજી શીર્ષક તળે આ યજ્ઞ કરવામાં આવ્યો છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી છેલ્લા ૧૨ વર્ષથી અહીં યજ્ઞકાર્યમાં હાજરી આપતા રહ્યા છે
આ તકે મુખ્યમંત્રી એ સર્વપ્રથમ ભૈરવનાથ દાદા ને નત મસ્તક વંદન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ માનનીય મુખ્યમંત્રી તળેટીના જૈન દેરાસર ખાતે જઈને દર્શન કરી અને જૈન સાધુ તેમજ સાધ્વીઓને વંદન કર્યા હતા. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય કેશુભાઇ નાકરાણી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, રેન્જ આઇજી અશોકકુમાર, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડના ડિરેક્ટર ચીથરભાઈ પરમાર, માજી ધારાસભ્ય ભરતભાઇ બોઘરા, જનકભાઇ પટેલ, દાતા લવજીભાઈ બાદશાહ, ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, પાલીતાણા નગરપાલિકાના પ્રમુખ જયપાલસિંહ ગોહિલ, નાયબ કલેક્ટર કે.કે.સોલંકી, રાહુલ ગમારા, ડીવાયએસપી ઠાકર, જાડેજા, મામલતદાર એચ.બી.ભગોરા, રાજકોટ સંગઠનના અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, જિલ્લા સંગઠનના હર્ષદભાઈ દવે, કાળભૈરવ મિત્ર મંડળ, અમદાવાદના સેવક સમુદાય સહિત સ્થાનિક નગરજનો હાજર રહ્યા હતા.