દિવાળીના તહેવારોમાં બજારોમાં ભારે ભીડ ખરીદી ની જોવા મળે છે. લોકો પણ ફરવા માટે બહાર ગામ જતા હોય છે. ત્યારે આવા સમયે ચોરો અને ખિસ્સાકાતરું પણ સમયની રાહ જોઇને જ બેઠા હોય છે. ત્યારે ગામમાં કાનૂન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થઈને ઢસા પોલીસ મથકના પીએસઆઇ બી.એલ. રાવલ તેમની ટિમ સાથે ઢસા જંકશન ના મુખ્ય વિસ્તારોમાં ફૂટ માર્ચ કરીને પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ઢસા ગામના મુખ્ય વિસ્તારોમાં ફરીને સમગ્ર વિસ્તારો માં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.