દુર્ગાવાહીની ભાવનગર મહાનગર જિલ્લાના બહેનો દ્વારા પ્રતિવર્ષ ગોપાષ્ટમી નિમિતે આજે સોમવારે સવારે દરેક હિન્દુ સમાજના ભાઈઓ બહેનો તથા કાર્યકર્તા ભાઈઓ બહેનો દ્વારા પાંજરાપોળ તલાવડી ફાટક પાસે ગૌ માતાનું પૂજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ અંતર્ગત દેશની ગૌ માતા બચે અને રાષ્ટ્ર ભાવના વધે તે હેતુસરથી ગૌ માતા પૂજન કરવાથી કોંગો વાયરસ, ચીક ગુનિયા જેવા ભયંકર રોગોથી સમાજ બચે અને ગૌ હત્યા બંધ થાય તેવો કાયદો સરકાર લાવે તે હેતુસર દુર્ગાવાહીની બહેનો દ્વારા પૂજન કરવામાં
આવ્યું હતુ. સાથો સાથ ગોપાઅષ્ટમી પર્વ ઉજવાયો હતો.