બોટાદ જીલ્લાના રાણપુર તાલકાના હડમતાળા વિસ્તારમાં ખેડુતો મોટા ભાગની બાગાયતી ખેતી કરી છે.અને આ વિસ્તાર લાલ જામફળ અને દાડમ માટે જાણીતો વિસ્તાર છે જ્યારે હાલ કમોસમી વરસાદ અને પવન ને કારણે મોટાભાગની જામફળી ફાલ સાથે ભાંગી ગઈ છે અને દાડમ મોટા પ્રમાણ માં ખરી જતા બાગાયત ખેતી કરી રહેલા ખેડુતો ને રાતાપાણી એ રોવા નો વારો આવ્યો છે.આ અંગે મળતી માહીતી મુજબ રાણપુર તાલુકાનું હડમતાળા ની સીમ માં મોટા ભાગે બાગાયત જામફળ અને દાડમ ની ખેતી કરવામાં આવી છે અને અહીના જામફળ તો રાણપુર પંથક ના પ્રખ્યાત જામફળ છે.પણ કમોસમી વરસાદ અને ભારે પવનના લીધે દાડમ નો પાક ખરી ગયો છે તો જામફળી જમીન દોસ્ત થતા ભાંગી ગઈ છે અને બાગાયત ખેતી કરતા ખેડુતો ને મોટુ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આ ખેડુતોની સરકાર પાસે વળતર ની માંગણી કરી છે…
મનજીભાઈ(ખેડુત): જામફળ અને દાડમમાં ૭૦ ટકા નુકશાન થયુ છે બાબતે હડમતાળા ગામના મનજીભાઈ વસરામભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે અમારા વિસ્તારમાં જે બાગાયત ખેતી છે તેમાં વરસાદ અને પવનના લીધે જામફળ અને દાડમમાં ૭૦ ટકા જેટલુ નુકશાન થયુ છે તો સરકાર અમને આ નુકશાનનું વળતર આપે તેવી અમારી માંગણી છે..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર