તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખશ્રી ઓફિસમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી જયાબેન કમાભાઈ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને તાલુકા વિકાસ અધિકારી આર એમ ચૌધરી બહેન ના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ જેમાં ઉપપ્રમુખશ્રી ના પ્રતિનિધિ સુખદેવ બાપુ કારોબારી ના પૂર્વ ચેરમેન અને ડેલીગેટ શ્રી દશરથ સિંહ ગોહિલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી મનસુખભાઈ મકવાણા પૂર્વ પ્રમુખ સંગઠન મનુભાઈ માધવાણી તમામ ડેલીગેટો સર્વશ્રી મનુભાઈ સોલંકી નાનુભાઈ જે પરમાર કાળુભાઈ ગોહેલ મકવાણા દયાળભાઈ દેવાણી જયેશભાઈ તેમજ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહે તેમજ નૂતન વર્ષના શુભેચ્છા પાઠવવામાં આવેલ.
તસવીર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર