મુંબઇ,તા. ૫
બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી સની લિયોન હાલમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે કેટલાક મોટા બજેટની ફિલ્મો રહેલી છે. જેમાં દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મોનો સમાવેશ થાય છે. હવે સની લિયોન એક સુપરહિરોની ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. બોલિવુડમાં અને સાથે સાથે સોશિયલ મિડિયામાં ભારે લોકપ્રિયતા ધરાવનાર સની લિયોન સુપરહિરોની ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. સુપરહિરોની ફિલ્મમાં તે હોલિવુડની ફિલ્મની યાદ તાજી કરનાર છે. અભિનેત્રી સની લિયોન સામાન્ય રીતે પોતાના પ્રોજેક્ટને લઇને ચર્ચામાં રહે છે. હાલમા ંજ સની લિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેયર કરીને ચર્ચા જગાવી છે. જેમાં તે સુપરહિરોના રોલમાં નજરે પડી રહી છે. વિડિયોમાં તે ઉડી શકે તેવી કાર ચલાવતી અને સુપર ગેજેટ્સનો ઉપયોગ કરતી નજરે પડી રહી છે. સની લિયોને કહ્યુ છે કે સુપરહિરોના કોન્સેપ્ટને લઇને તે રોમાંચ અનુભવ કરી રહી છે. તેનુ કહેવુ છે કે તે અને ડેનિયલ લાંબા સમયથી આને લઇને વિચારી રહ્યા હતા. આના કારણે હવે સુપરહિરો ફિલ્મ તૈયાર કરવાની ગણતરી કરવામાં આવી છે. તમામ પ્રકારની ખોટી બાબતનો ખાતમો કરી શકાય તે માટે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. આ વિડિયોમાં સની લિયોનના અને લુક અલગ અંદાજમાં ચાહકોને નજરે પડનાર છે. સેટ્સ અને વ†ો લોકપ્રિય ફિલ્મ ધ મેટ્રિક્સની યાદ તાજી કરે છે. સની લિયોન બોલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી સક્રિય થયેલી છે. તેની પાસે વધારે ફિલ્મો ન હોવા છતાં તેની લોકપ્રિયતા અકબંધ રહી છે. હાલમાં તે અનેક આઇટમ સોંગ કરી ચુકી છે. જેમાં શાહરૂખ ખાનની ફિલ્મ રઇસમાં કરવામાં આવેલા આઇટમ સોંગનો સમાવેશ થાય છે. હજુ આવી ઓફર થઇ રહી છે.