‘મહા’ વાવાઝોડાને પગલે ઘોઘા ના દરિયા ની મુલાકાત લેતા ભાવનગર જિલ્લા કલેક્ટર

835

‘મહા’ વાવાઝોડાને પગલે ગુજરાતના તમામ દરિયા કિનારા પર એલર્ટ કરાયા છે. જેના પગલે ભાવનગરનું સરકારી તંત્ર પણ એલર્ટ બન્યું છે. ત્યારે ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દરિયા કિનારાના ગામોની સમીક્ષા કરવા પહોચ્યા હતા. અને તમામ પ્રકારની પરિસ્થિતિને પહોચી રહેવા તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું હતું. મહા”વાવાઝોડા ની પૂર્વ તૈયારીના ભાગ રૂપે ઘોઘા દરિયાઈ દીવાલની મુલાકાત કરતા ભાવનગર કેલેક્ટર ગૌરાંગ મકવાણા સાહેબ,ડેપ્યુટી કેલેક્ટર ચૌધરી સાહેબ,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ,મામલતદાર નારીયા સાહેબ,તાલુકવિકાશ અધિકારી વિજયભાઈ સોનગરા,તાલુકા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,તાલુકા પંચાયત કારોબારી ચેરમેન વનરાજસિંહ ગોહિલ, ઘોઘાના સરપંચશ્રી અંશારભાઈ રાઠોડ,તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ,ડેપ્યુટી સરપંચ લવજીભાઈ ગોહિલ,તલાટી કમ મંત્રી જયેશભાઇ ડાભી સહિતના ગામોની સમીક્ષા કરવા પહોચ્યા હતા.

Previous articleકેવડિયા ખાતે લોકો-વિદ્યાર્થી માટે નિવાસી વ્યવસ્થા કરાઈ
Next articleશહેરનાં ખેડુતવાસમાં રહેતા દંપતિ પર મોડીરાત્રે છરી વડે હુમલો