સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી ગીર સોમનાથ દ્રારા ખેલ મહાકુંભ-૨૦૧૯ સૌરાષ્ટ્ર ઝોનકક્ષાની વોલીબોલ અન્ડર-૧૪, ઓપન(ભાઈઓ-બહેનો) સ્પર્ધાનો કોડીનાર તાલુકાના સરખડી સ્થિત શ્રી જે.આર.વાળા માધ્યમિક શાળા ખાતે પ્રારંભ કરાયો હતો. ભારતીય વોલીબોલ ટીમના કેપ્ટન કિંજલ વાળાએ શ્રીફળ વધેરી સ્પર્ધાનો વિધીવત પ્રારંભ કરાવ્યો હતો.
આ સ્પર્ધામાં ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર, કચ્છ-ભૂજ, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, દ્રારકા અને જામનગર સહિત જુદા-જુદા જિલ્લાઓમાંથી ૧૫ ટીમના ૧૮૦ ખેલાડીઓએ ભાગ લઇ રહયા છે. ઉપરાંત શિક્ષક ભાઈઓની ૪ ટીમના ૪૮ ખેલાડીઓ પણ આ સ્પર્ધામાં સહભાગી થયા હતા. આ સ્પર્ધાનું તા.૯ નવેમ્બરના રોજ સમાપન થશે.
આ સ્પર્ધાના પ્રારંભ પ્રસંગે અગ્રણી સુરસિંહભાઈ મોરી, સંજયભાઈ વાળા, કે.વી.બારડ, પ્રવિણસિંહ ઝાલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા, સોમનાથ એકેડમી સ્પોર્ટસ ડાયરેક્ટ દિપસિંહ દાહિમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન વરજાંગભાઈ વાળાએ, સંચાલન ડો.હમિરસિંહ વાળા અને આભારવિધી જિલ્લા રમતગમત અધિકારી વિશાલ જોષીએ કરી હતી.