પર્યાવરણના પ્રદુષણના લીધે આંગણાનું પક્ષી ચકલી નામશેષ થવા લાગી છે ત્યારે પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રા.શાળામાં બાળકોને ચકલી બચાવો અભિયાન દ્વારા શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડા દ્વારા ઔષધિબાગમાં ચકલીના માળા તથા પાણીના કુંડા મુકવામાં આવ્યા આ કુંડા અને માળા શાળાના બાળકો દ્વારા મુકાવી અને બાળકોને પક્ષી પ્રેમી વધે તે માટે ખાસ પક્ષીઓ માટે પોતાના ઘરે તથા પોતાના વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરવા તથા પર્યાવરણનું જતન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બાળકોએ પણ પક્ષી પ્રત્યે સહાનુભતિ કેળવવા પક્ષીઓને ચણ નાખવાની તથા પાણી પીવા માટેની વ્યવસ્થા પોતાના વિસ્તારમાં અભિયાન સ્વરૂપે કરશે.
આમ શાળાના ઈન્ચાર્જ આચાર્ય મનસુરખાન પઠાણે તમામ વિદ્યાર્થી તથા પ્રવૃતિ કરાવનાર શિક્ષકને અભિનંદન પાઠવ્યા હતાં.