જાફરાબાદ તાલુકાના સરખેશ્વર મહાદેવ અરબી સમુદ્રના કાંઠે તાલુકા પંચાયતની સામાન્ય સભા, તાલુકા કારોબારીની મીટીંગ તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જાફરાબાદના વઢેરાના અરબી સમુદ્રના કાંઠે સરખેશ્વર મહાદેવ મંદિર ખાતે જારફાબાદ તાલુકા પંચાયતની સામાન્ય સભા ત્યાર બાદ કારોબારીની મીટીંગ તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં તાલુકા વિકાસ અધિકારી બી.ડી.ગોહિલ તેમજ તાલુકા પંચાયતના તમામ સદસ્યોની હાજરીમાં તાલુકાના વિકાસના કામો બાબતે ચર્ચાઓ આપ-લે થઈ તેમજ મનુભાઈ લોઠપુર, મસરીભાઈ વઢેરા, માજી તાલુકા પ્રમુખ નાજભાઈ બાંભણીયા, મનુભાઈ ટીંબી દ્વારા તાલુકા પંચાયતના અન્ડરમાં મહાકાય કંપનીઓ આવેલી હોય તેના વેરા વસુલાત માટે અતિ ભારપુર્વક કાર્યવાહી કરવા નિર્ણયો લેવાયા તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયાના નિવેદનમાં કહેલ કે તાલુકાના ગામડાનો આમ આદમી વેરો ભરતો હોય તો કંપનીનું છેલ્લી એક કડક નોટીસ ફટકારી કરોડો રૂપિયા તાલુકા પંચાયતના બાકી હોય તે બાબતે કાર્યવાહી હાથ ધરાઈ તેમજ આ મીટીંગમાં આઈઆરડી શાખાના ટી.ડી.ઓ. તરૈયાભાઈ, તાલુકા કચેરીના ટીડીઓ ગીરીશભાઈ સર્કલ ઈન્સ્પેકટર ચૌહાણભાઈ સહિત વિવિધ વિવિધ સુચનાઓ તાલુકા વિકસાર્થે કાર્યવાહી કરવા આદેશો અપાયા.