મુંબઇ,તા. ૭
સલમાન ખાનની સફળ ફિલ્મ કિકની સિક્વલ ફિલ્મ બનાવવા માટેની પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી ચુકી છે. જા કે સલમાને તે પહેલા જ રાધે ફિલ્મનુ શુટિંગ શરૂ કરી દીધુ છે. જેથી માનવામાં આવે છે કે પહેલા રાધે રજૂ કરવામાં આવનાર છે. રાધે ફિલ્મમાં તેની સાથે દિશા પટની કામ કરનાર છે. ફિલ્મના શુટિંગને વહેલી તકે પૂર્ણ કરવામાં આવનાર છે. ફિલ્મ એક્શનથી ભરપુર રહેનાર છે. પોસ્ટર પણ જારી કરવામાં આવ્યા છે. રાધે ફિલ્મનુ શુટિંગ શરૂ કરાતા હવે કિક-૨ ફિલ્મની રજૂઆતને લઇને દુવિધા ઉભી થઇ છે. સાથે સાથે ફિલ્મમાં અભિનેત્રીને લઇને પણ ચર્ચા છે. જેક્લીન, એમી જેક્શન સહિતની અભિનેત્રીઓના નામ સપાટી પર આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૪માં રજૂ કરવામાં આવેલી અને બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા હાંસલ કરનાર કિક ફિલ્મની સિક્વલ બનાવવાનો નિર્ણય આખરે કરી લેવામાં આવ્યો છે. આના માટે સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલાએ હાથ મિલાવ્યા હોવાના હેવાલ મળ્યા છે. ફિલ્મ ક્રિટિક ટ્રેડ નિષ્ણાંતે કહ્યુ છે કે આ મોટી જાહેરાત કરવામાં આવી ચુકી છે. કિક-૨ ફિલ્મમાં સલમાન ખાન જ કામ કરનાર છે. સાજિદ જ ફિલ્મનુ નિર્દેશન કરનાર છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૯માં ક્રિસમસ પર રજૂ કરવાનો પ્રાથમિક નિર્ણય કરવામાં આવ્યો છે. જા કે તેમાં હવે વિલંબ થઇ શકે છે.
સલમાન છેલ્લા કેટલાક વર્ષોમાં બોલિવુડમાં સુપર સ્ટાર તરીકે છે. તે સૌથી સફળ સ્ટાર તરીકે પુરવાર થઇ રહ્યો છે. તેના નામ પર ફિલ્મો હિટ સાબિત થઇ રહી છે. તેની છેલ્લે ભારત ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. તે પહેલા ટાઇગર જિન્દા હે ફિલ્મ આવી હતી. જે રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી.