સાયન્સસિટી ખાતે ‘વિશ્વ વિજ્ઞાન દિવસ’ નિમિત્તે યૂથ પાર્લામેન્ટ માં કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બીબીએ કોલેજ ના વિદ્યાર્થીઓ નું અદ્ભૂત પ્રદર્શન

421

કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન ગાંધીનગર ની બી.પી.કોલેજ ઓફ બીઝનેસ એડમીનીસ્ટ્રેશન (બીબીએ) કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ ને લોકશાહી પરંપરા તેમજ વૈધાનિક બાબતો ને શીખવવા નો અનોખો પ્રયોગ. કોલેજ વિદ્યાર્થીઓ માટે અવનવા તેમના અભ્યાસની સાથેસાથે પ્રાયોગિક કાર્યક્રમ થી અભ્યાસક્રમ ને રસપ્રદ બનાવવા નો હંમેશા પ્રયત્ન કરે છે.જેના ભાગરૂપે આજે કોલેજ ના કુલ ૬૦ વિદ્યાર્થીઓ એ યૂથ પાર્લામેન્ટ માં ભાગ લીધો હતો.તમામ વિદ્યાર્થીઓએ આ પાર્લામેન્ટ માં ફક્ત ભાગ નહોતો લીધો પણ તેને જીવંત બનાવી દીધી હતી.

આજની યૂથ પાર્લામેન્ટને સાયન્સસિટી(GCSC) ના એકઝ્યુંકેટીવ ડાયરેક્ટર એસ.ડી.વોરા દ્વારા આજની યૂથ પાર્લામેન્ટ ને ખુલ્લી મુકવા માં આવી હતી. બીબીએ કોલેજ ના આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ દ્વારા વિદ્યાર્થીઓ ને કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓ ને ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને યૂથ પાર્લામેન્ટ ના સમગ્ર સત્ર દરમ્યાન સાયન્સ સમાજ માટે કઈરીતે ઉપયોગી થાય તે બાબતો ને વધુ માં વધુ જાણવા માટે અનુરોધ કર્યો હતો. અને દરેક નાગરિક સાયન્સ સાથે જોડાય તેમજ તેના વિવિધ બેઝિકપ્રયોગો બાબતે જાગૃત થવા શીખ આપી હતી.અંધશ્રદ્ધા દૂર કરવામાં સાયન્સ કઈરીતે ઉપયોગી થાય.તેમજ આ બાબતે સાયન્સના પ્રયોગોનો ઉપયોગ કરી લોકોને ઠગતા લેભાગુ લોકોથી ચેતવા બાબતે રસપ્રદ ચર્ચા કરવામાં આવી હતી.

તેમજ સાયન્સ સિટી નો હેતુ વ્યાવસાયિક હોવો જોઈએ કે નહીં. બેઝિકસાયન્સ કેરિયર માટે વિદ્યાર્થીઓને કઈરીતે ઉપયોગી થાય,ન્યુક્લિયર સાયન્સ,સ્પેસ સાયન્સ,સાયન્સસિટી માં કોમર્શિયલ મૂવી બતાવવા જોઈએ કે નહી, બિન પરંપરાગત ઉર્જાનો લોકકલ્યાણ માટે કઈરીતે ઉપયોગી થઈ શકે.અંતરિક્ષ પ્રદૂષણ બાબતે પણ યુવાસંસદ માં ખૂબ સુંદર ચર્ચાઓ અને રજૂઆત કરવામાં આવી હતી.,આપત્તિ વ્યવસ્થાપન માં સાયન્સની ભૂમિકા જેવી અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી.ફક્ત અધિકારો ની વાતો કરવા થી પરિવર્તન ન આવી શકે પણ પોતાની ફરજો બાબતે સભાન થઇ સમાજ પ્રત્યે નું ઋણ અદા કરવા જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ નિયમ ૧૯૩ અંતર્ગત ભૃગુસંહિતા,મહર્ષિ પતંજલિ યોગ,વૈદિકગણિત,આયુર્વેદ જેવા ભારતીય સશોધનોને લોકભોગ્ય બનાવવા શું થઈ શકે તેની પણ ચર્ચા કરી હતી. કૃષિ અને દૂધ ઉત્પાદકો માટે વૈજ્ઞાનિક અભિગમ થી ઘણા લાભ થઈ શકે તેમજ ઓર્ગેનિક ફાર્મિંગ, ડિઝાસ્ટર મેનેજમેંટ બાબતે લોકોને જાગૃત કરવા માટે પણ વિજ્ઞાન નો ઉપયોગ કરવા ના સૂચનો થયા હતા.સરકાર દ્વારા ગોડાઉન તેમજ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા  કરવા માં  આવશે. તેમ જણાવ્યું હતું. તેમજ તેની સાથે સાથે ખેડૂતો ને તેમના ખેતરમાં વ્યક્તિગત ગોડાઉન માટે પ્રોત્સાહિત કરવા સબસીડી બાબતે જાગૃતિ લાવવા જણાવ્યું હતું.આમ  વિદ્યાર્થીઓ એ ભારતીય લોકશાહી ને મજબુત કરવા વૈધાનિક તેમજ બંધારણ ના વિષય ની તાલીમ લીધી અને લોકશાહી ઢબે પાર્લામેન્ટ માં ચર્ચા કરી. અત્રે ઉલ્લેખનીય છે. કે વિદ્યાર્થીઓ એ આ યૂથ પાર્લામેન્ટ માટે છેલ્લા એક અઠવાડીયાથી વિદ્યાર્થીઓ તેમના વર્ગ બાદ રોકાઈ ને આ સમગ્ર કાર્યક્રમ બાબતે તૈયારી કરતા હતા. જે આજે સફળતા માં પરિણમી હતી.

વિદ્યાર્થીઓએ તેમના અભિપ્રાય આપતા જણાવ્યું કે કોલેજ ના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરવા માં આવ્યા હતા. દ્વિતીય વર્ષના વિદ્યાર્થી હર્ષ વઘાસિયા દ્વારા અધ્યક્ષ ની ભૂમિકા ભજવવા માં આવી હતી. પ્રધાનમંત્રી ની ભૂમિકા પંચાલ ધવલ અને ઉપપ્રધાનમંત્રી ની ભૂમિકા માં પ્રતિકસિંહ ઝાલા,નેતાવિપક્ષ તરીકે ભવદીપસિંહ ચુડાસમા જ્યારે રંગાણી ખ્યાતિ ઉપાધ્યક્ષ તરીકે ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજ ના આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ ના માર્ગદર્શન હેઠળ ડો. જયેશ તન્ના ધર્મેન્દ્રસિંહરાઠોડ પ્રો.આશિષ ભુવા તેમજ સમગ્ર કોલેજ પરિવાર દ્વારા જહેમત ઉઠાવવા માં આવી હતી.

Previous articleલાઠી શહેર માં સમસ્ત લેઉવા પટેલ ટ્રસ્ટ આયોજિત સાતમો સમૂહ લગ્નોત્સવ યોજાયો
Next articleઘનશ્યામનગર પ્રા.શાળાનાં બાળકો દવારા વેકેશનમાં સમયનો સદ્ઉપયોગ કરી ને શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકો મુખપાઠ કર્યાં