ઘનશ્યામનગર પ્રા. શાળા(તા./જિ.- ભાવનગર)ના બાળકો વેકેશનના સમયનો સદ્ઉપયોગ કરવાં શ્રીમદ્ ભગવદ્ ગીતા, વેદ અને ઉપનિષદના શ્લોકોનું પારાયણ કરી મુખપાઠ કરી સંસ્કાર મેળવે છે. જેમાં બાળકોને વૈદિક મંત્રો, રૂચાઓ અને શ્લોકો વિશે માહિતી આપવામાં આવી, પારાયણ કરવા ઉચ્ચાર શુદ્ધિ માટે જરૂરી જોડણીના નિયમો, અનુસ્વારના નિયમો, વિસર્ગના નિયમો, સંધિ,છંદોનું સામાન્ય જ્ઞાન વગેરે શીખવા મળે. નિયમિત શ્લોકો, મંત્રોનું પારાયણ કરી મુખપાઠ કરે. જેનાથી વાતાવરણ પવિત્ર, ભાવનાત્મક, હકારાત્મક બને તેમજ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ વધે અને બાળકોમાં વિવિધ ગુણો સંક્રાંત થાય તેવાં ભારતીય મહાન ચરિત્રોની વાર્તાઓ,દ્રષ્ટાંત, પ્રસંગો વાગોળી બાળકોમાં ચારિત્ર્ય ઘડતર થાય તેવાં પ્રયત્નો કરેલ. આ પ્રવૃત્તિઓ કરાવનાર શાળા ના શિક્ષકો રોહિતભાઈ બાટિયા, વિનોદભાઇ મકવાણા, ભરતભાઈ ડાભી અને તૃપ્તિબેન પાઠક વગેરેએ માર્ગદર્શન પૂરું પાડેલ. શાળાના આચાર્ય હર્ષાબેન પંડ્યાએ પ્રોત્સાહન આપેલ.