મુંબઈ, તા. ૧૧
બોલીવુડની મહાન ગાયિકા લતા મંગેશકરની તબિયત ખરાબ થયા બાદ તેમને હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આજે સવારથી જ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. ત્યારબાદથી તેમને નજીકની હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, લતા મંગેશકરની હાલત ગંભીર છે અને તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. આજે બપોર બાદ તેમને હોÂસ્પટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેમના એક સંબંધીએ માહિતી આપતા કહ્યું છે કે, વાયરલ ઇન્ફેક્શનની અસરથી લતા મંગેશકર અસરગ્રસ્ત થયા છે. બીજી બાજુ પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરવામાં આવે તો લતા મંગેશકરને ભારતના મહાન ગાયકોમાંથી એક તરીકે ગણવામાં આવે છે. હજારો ફિલ્મી ગીતો ગાયા છે. સાથે સાથે ૩૬થી વધુ પ્રાદેશિક ભાષાઓમાં ગીતો ગાયા છે. વિદેશી ભાષાના ગીતો પણ ગાઈને રેકોર્ડ સર્જ્યા છે. દાદાસાહેબ ફાલ્કે, ભારત રત્ન અને ત્રણ નેશનલ એવોર્ડ પણ તેમને મળી ચુક્યા છે. સપ્ટેમ્બર મહિનામાં લતા મંગેશકરે ૯૦માં જન્મદિવસની ઉજવણી કરી હતી અને ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી પણ કરી હતી. લતા મંગેશ્કર સંગીતની દુનિયામાં દેવી સમાન છે. આવનાર પેઢી માટે પણ લતા મંગેશ્કર એક પ્રેરણા સમાન છે. ૧૯૪૩માં લતા મંગેશ્કરે માત્ર ૧૩ વર્ષની વયે પોતાની કેરિયર શરૂ કરી હતી. મરાઠી ફિલ્મ માટે ગીત ગાઈને લતાએ પોતાની કેરિયર શરૂ કરી હતી. લતા મંગેશ્કરને ભારતના સૌથી મહાન ગાયકો પૈકીની એક તરીકે ગણવામાં આવે છે. ૩૬ ભાષામા ફિલ્મોમાં લતા પોતાના ગીત ગાઈ ચૂક્યા છે. ક્લાસીકલથી લઈને રોમેન્ટીક અને ગજલથી લઈને ભજન સુધીના તમામ પ્રકારના ગીતો લતા મંગેશ્કરે સફળ રીતે ગાઈને ચાહકોને રોમાંચિત કર્યા છે. લતાના મામલામાં નવી પેઢીના ગાયક શાને કહ્યું છે કે લતા તમામ લોકો માટે પ્રેરણાસમાન છે. તેમના અંગે શબ્દોમાં વાત કરવી અપૂરતી છે. આજા રે પરદેશી, કહી દિપ જલે કહી દિલ, બિતીના બિતાએ રૈના, તેરે બિના જિંદગી સે, નૈનો મેં બદરા છાયે, ચલતે ચલતે અને યારા સીલી સીલી જેવા જુદા જુદા અંદાજના યાદગાર ગીત ચાહકોના દિલો દિમાગ ઉપર હજુ પણ છવાયેલા છે. લતા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવી ચૂક્યા છે. વિશ્વમાં સૌથી વધુ રેકોર્ડીંગ માટે તે ગિનીસ બુકમાં એન્ટ્રી કરી ચૂક્યા છે. ભારતીય સંગીતની દુનિયામાં સૌથી સન્માનિત ગાયકો પૈકી એક તરીકે લતાને ગણવામાં આવે છે. લતાને જુદા જુદા એવોર્ડ મળી ચુક્યા છે. ભારતના સૌથી મોટા નાગરિક સન્માન તેમને આપીને સન્માનિત કરવામાં આવી હતી.