આજે તા. ૧૮ના રોજ ભાવનગરના સરદારનગર સ્થિત ગુરૂકુળ ખાતે સંસદીય સચિવ વિભાવરીબેન દવેએ તેમને સન્માન સ્વરૂપે મળેલ ૪૫/- હજાર નોટબુક જરૂરિયાતમંદ શાળાના વિધાર્થીઓને આપવાની સાથે શાળાઓને ડસ્ટબીનની પણ ફાળવણી કરી હતી.
આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને દવેએ જણાવ્યું હતું કે તેમને સન્માન સ્વરૂપે મળેલ નોટબુકો જરૂરિયાતમંદ વિધાર્થીઓને આપવાની સાથે તેમના પૂર્વ વિધાનસભા વિસ્તારની શાળાઓમાં ડસ્ટ્બીન માટે રૂપિયા ૭૫/- લાખની ગ્રાંન્ટ ફાળવી છે. આ વિધાર્થીઓ ખેલ મહાકુંભમાં ભાગ લઈને આગળ વધે તેવા ઉમદા હેતુસર શાળા દીઠ રૂપિયા ૫૦/- હજારની ગ્રાંન્ટ ની પણ તેઓએ ફાળવણી કરી છે.
આ કાર્યક્રમમા મેયર નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે ગઈકાલે તા. ૧૭ સપ્ટે. ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ હતો તે નિમિત્તે આજે સંસદીય સચિવ વિભાવરીબેન દવેએ ૪૫/- હજાર જેટલાં જરૂરિયાતમંદ શાળાના વિધાર્થીઓને નોટબુક આપવાની સાથે શાળાને ડસ્ટબીન આપીને શિક્ષણની સાથે બાળકોનુ આરોગ્ય જળવાય તે દિશામાં સુચક કામગીરી કરી છે. આ પ્રસંગે શાળાની બાલિકાઓ દ્વારા રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી બી. એન. ખેર, નાયબ મેયર મનભા મોરી, સ્થાયી સમિતિના અધ્યક્ષ સુરેશભાઈ, દંડક રાજુભાઈ રાબડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશ રાવલ, મહિલા અગ્રણી પ્રભાબેન પટેલ, શાળાના શિક્ષકો, વિધાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.