ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દવારા ગુરુવારનાં રોજ બપોર નાં બે થી પાંચ ઘોઘાગેટ બિઝનેસ સેન્ટર ખાતે દેશની વર્તમાન ભાજપ સરકારનાં પરિણામે ઉભી થયેલ સમસ્યાઓ તથા મંદી , બેરોજગારી , બેન્કિંગ વ્યવસ્થા નષ્ટ થવી , ખેડૂતોની હાલાકી રોજગારી નાં ઘટાડા અંગે ધરણાં અને ત્યારબાદ કલેકટર ગૌરાંગભાઈ મકવાણા ને આવેદનપત્ર આવ્યું હતું.

ભાજપ ની અસંવેદનશીલ સરકાર અને આ ભયંકર હાડમારીઓ માંથી પ્રજા મુક્ત થાય તે માટે વિરોધ પક્ષ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં પ્રમુખ અમિતભાઈ ચાવડા, સૌરાષ્ટ્ર નાં પ્રભારી બધેલ ઉપરાંત કોંગ્રેસ નાં તમામ આગેવાન કાર્યકરો , ચુંટાયેલા સભ્યો , ફ્રન્ટલ અને સેલ નાં આગેવાનો અને કાર્યકરોને ઉપસ્થિત રેહવા ગ્રામ્ય જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ , જિલ્લા પંચાયત નાં વિરોધપક્ષના નેતા પ્રહલાદસિંહ ગોહિલ , શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી , વિરોધ પક્ષ નાં નેતા જયદીપસિંહ ગોહિલ અને પ્રવક્તા રામદેવ સિંહ ઝાલા, કોંગ્રેસના ના કાયર્કરો ઉપસ્થિત રહ્યા હતા.