લાઠી તાલુકા ના સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે પધારેલ હિન્દી ચરિત્ર અભિનેત્રી શ્રી આશા પારેખ મૂળ મહુવા ના વણિક અને ભુરખિયા હનુમાનજી મંદિર ના અનન્ય ભક્ત એવા જાણીતા અભિનેત્રી આશા પારેખ દર વર્ષ ભુરખિયા એક વાર દાદા ના દર્શને આવે છે.
આજ રોજ બપોર પછી ૫-૦૦ કલાકે ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે પધારેલ આશા પારેખ નું મંદિર ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી જીવનભાઈ હકાણી એ દાદા નું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી ઉષ્મા ભર્યું સ્વાગત કરી મંદિર ટ્રસ્ટ તરફ થી ચાલતી સેવા પ્રવૃત્તિ થી આશા પારેખ ને અવગત કર્યા હતા