રાજ્ય ભરની પ્રથમીક શાળા વેકેશન ખુલતાની સાથે ગુંજી ઉઠશે ત્યારે પાલીતાણા ની ઝવેરચંદ મેઘાણી શાળાના ઇનોવેટીવ શિક્ષક નાથાભાઇ ચાવડા અને શાળા ના આચાર્ય દ્વારા બાલ રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
જેનાથી પ્રથમ દિવસે બાળકો શાળાએ આવતા થાય તે માટેનું એક દિવસ અગાઉનું આ આયોજન સુંદર રહ્યું હતું અને આ ઉમદા કાર્યે ને શાળાના આચાર્ય ઉમેશભાઈ ગોંડલીયા દ્વારા બિરદાવવા માં આવ્યું અને તમામ બાળકો ને મિઠું મોઢું કરાવ્યું હતું..