બોલિવુડની ખુબસુરત સ્ટાર અભિનેત્રી વાણી કપુરને હવે એક મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ તે શમશેરા નામની ફિલ્મમાં રણબીર કપુર સાથે નજરે પડનાર છે. વાણી કપુરે કહ્યુ છે કે પાવર હાઉસ ઓફ ટેલેન્ટ એટલે કે રણબીર કપુર સાથે કામ કરવાની બાબત તેના માટે મોટી સિદ્ધી સમાન છે. વાણી કપુરે કહ્યુ છે કે એક કલાકાર તરીકે રણબીર કપુર બોલિવુડમાં સૌથી કુશળ સ્ટાર પૈકી એક છે. તેનુ કહેવુ છે કે રણબીર એવા કલાકારો પૈકી છે જેની ફિલ્મો તે શરૂઆતથી જોતી રહી છે. વાણી કપુરે કહ્યુ છે કે આ પ્રશંસાની વાત છે કે કરણ જોહરે તેને ફિલ્મમાં રોલ કરવાની ઓફર કરી છે. શમશેરા એક ડ્રીમ પ્રોજેક્ટ છે. ફિલ્મ શમશેરાનુ શુટિંગ હવે શરૂ કરી દેવાયુ છે. વર્ષ ૨૦૨૦ સુધી ફિલ્મના શુટિંગને પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ ફિલ્મ રજૂ કરાશે. એક્શનથી ભરપુર આ ફિલ્મનુ નિર્દેશન કરણ મલહોત્રા કરનાર છે. સંજય દત્તની લાઇફ પર બનેલી ફિલ્મં સંજુ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગયા બાદ રણબીર કપુર હવે બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર તરીકે છે. તેની લોકપ્રિયતા અનેક ગણી વધી ગઇ છે. આ ફિલ્મમાં રણબીર કપુરે સંજય દત્તની યાદગાર ભૂમિકા અદા કરી હતી. ફિલ્મમાં રણબીર કપુરની સાથે અનુષ્કા શર્મા, સોનમ કપુર, પરેશ રાવલ, મનીષા કોઇરાલા, દિયા મિર્જા, બોમન ઇરાની, જીમ સરબ, વિકી કોશલ પણ યાદગાર રોલ કરી ગયા હતા. ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ તમામ લોકોએ રણબીર કપુરના રોલની ભારે પ્રશંસા કરી હતી. ફિલ્મ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. વાણીને મોટી ફિલ્મની જરૂર છે.