બોરતળાવ પોલીસ દવારા 8 જુગારીઓ ને 10500 ના મુદામાલ સાથે ઝડપી લીધા

752

ભાવનગર નાઓ તરફથી દારૂ જુગાર અંગેના ગુનાઓ શોધી કાઢવા ઝુંબેશ હાથ ધરેલ હોય જે અન્વયે ભાવનગર જિલ્લા ના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ ઠાકર સૂચના આધારે બોર તળાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ ની સૂચનાથી કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી રહે હકીકત મળેલ કે કુંભારવાડા અક્ષર પાર્ક ખારીયા હનુમાનજીના મંદિર ની બાજુમાં મફત નગર ખાતે લાભુભાઈ રમણભાઈ ધરાજીયા ના મકાનની સામે ખુલ્લા ફળિયામાં અમુક ઇસમો ગોળ કુંડાળું વાળી પૈસા પાના વતી તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે તેવી બાતમી આધારે રેડ કરતા સદરહુ જગ્યાએથી 1. લાભુભાઈ રમણભાઈ ધરાજીયા 2. અજયભાઈ ભરતભાઈ ધરજીયા 3. હરેશભાઈ પ્રભુભાઈ જાંબુચા 4. રાજુભાઈ ધરમશીભાઈ ગોહેલ 5. વિજયભાઈ જયંતીભાઈ પરમાર 6. અશોકભાઈ કાનજીભાઈ ધરાજીયા 7. અશોકભાઈ ઉર્ફે ગેલ અરજણભાઈ ધરાજીયા 8. અજય ભાઈ દિનેશભાઈ જાંબુચા હવે તમામ ભાવનગરવાળા કુલ રૂપિયા 10500 ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ આઠે ઈસમો વિરૂધ્ધ જુગાર ધારાની કલમ 12 મુજબનો ગુનો હતા તેઓની સામે ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે

Previous articleભરત મેમો. એન્ડ ચેરી.ટ્રસ્ટ સુરત દ્વારા મંદબુદ્ધિ સંસ્થામાં ૩૦૦ થી વધુ લોકોને ભોજન કરાવ્યું
Next articleક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફ્રલો સ્કોડ એ ઘરફોડ ચોરીનો ભેદઉકેલી બે ઈસમોને મુદ્દામાલ સહિત ઝડપી લીધા