વડીલોની સ્થિતિ સમાજજીવનની આરસી છે – સ્વામી અધ્યાત્માનંદજી

558

દિવ્ય જીવન સાંસ્કૃતિક સંધ નાં અધ્યક્ષ સ્વામી અધ્યાત્મનંદજીની અધ્યક્ષતામાં 28મો વૃદ્વજન સન્માન સમારંભ તારીખ 17એ શિશુવિહાર પ્રાગણમાં યોજાયો.

ભાવનગરનાં સદ્દગૃહસ્થ ન્યાલચંદભાઈ વકીલની પુણ્ય સ્મુતિમાં યોજાતા વડીલ વંદના કાર્યક્રમ અંતર્ગત 70 વર્ષ થી વધુ વય ધરાવતાં 200 વડીલોને જીવન ઉપયોગી ચીજવસ્તુ આપી પુષ્પગુસ્છ,ચંદન-તિલક સાથે વંદના કરવામાં આવેલ.80-90 વર્ષની વય છતા આજે પણ
પ્રભુ પ્રિત્યર્થે સમાજઉપયોગી કાર્યમાં શકય યોગદાન આપતાં મૂળ ભાવનગરનાં જસ્ટિસ અમુભાઈ રવાણી,ભાવનગરનાં સેવા સંસ્કૃતિનાં વારસાને ઉજાગર રાખતાં શ્રી સંતોષભાઈ કામદાર તેમજ સુધારાવાદી વિચાર ધારા સાથે સમાજ કાર્ય સાથે જોડાઇ રહેલ શ્રી ફકરૂદ્દીનભાઈ કપાસીનું મોમેન્ટો,ખેસ અને પુસ્તક સંપુટ થી સ્વામીજીએ અભિવાદન કર્યું હતુ.


વૃદ્ઘાવસ્થા છતા પણ વડીલ સમાજનાં સ્નેહ,હુંફ તથા સંભાળ થી વંચિત ન રહે તે માટેના લોકસેવક માનભાઈનાં પ્રયત્નને બિરદાવતા સ્વામી અધ્યાત્મનંદજીએ વડીલોને આનંદમાં રહી ઇશ્વર પરાયણ રહેવા શીખ આપી હતી. માનવજ્યોત સેવા સંસ્થા મુંબઈનાં અધ્યક્ષ શ્રી કુલિનકાંત લુઠીયા, ભાવનગર વૃદ્ઘાશ્રમનાં ટ્રસ્ટી શ્રી અચ્યુતભાઈ મહેતા ની પ્રેરક ઉપસ્થિતિ માં યોજાયેલ વડીલ વંદના અંતર્ગત શ્રી રમણીકભાઈ મહેતાએ પોતાના પત્નીની સ્મૃતિમાં ₹ 31 લાખનું અનુદાન સ્વામીજીને અર્પણ કરેલ તથા સ્વાતંત્ર સેનાની શ્રી દામુભાઈ ભટ્ટ પરિવારે શિશુ વિહાર સંસ્થામાં તૈયાર થયેલ ‘ચિદાનંદ કુટિર’નું લોકાર્પણ સ્વામીજી નાં વરદ હસ્તે યોજેલ.
પ્રા. ડૉ. છાયાબહેન પારેખના સંચાલન હેઠળ યોજાયેલ સ્વસ્થ વૃદ્ઘત્વ કાર્યક્રમનાં પ્રારંભે શ્રી સ્વાતિબહેન પાઠકે પ્રાર્થના પ્રસ્તુતિ કરી હતી.જયારે સંસ્થા નાં મંત્રી ડૉ. નાનકભાઈ ભટ્ટે આભાર દર્શન કર્યું હતુ.

Previous articleસ્વછતાં વિષય પર દીવાલ પર વોલ પેઇન્ટિંગ નું આયોજ કરાયું
Next articleનેશનલ સ્કૂલ ગેમ્સ જૂડોમાં અંડર 17 બહેનો માં દિલ્હી ચેમ્પિયન