શ્રી અંધ અભ્યુદય મંડળ દ્વારા જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને ૬૮ મી વાર અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું..

492

૨૦ થી વધુ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અન્નપૂર્ણા યોજના અંતર્ગત ૬૮મુ અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. તા.૧૭/૧૧/૨૦૧૯ ને રવિવારનાં રોજ શ્રી અંધ અભ્યુદય મંડળ ભાવનગર દ્વારા અંધ શાળા ખાતે સાંજે ૪:૦૦ કલાકે આર્થિક રીતે પછાત અને જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને આ વખતની અનાજ કીટ શ્રી હરી જેમ્સ હસ્તે શ્રી ઘનશ્યામભાઈ, ડૉ. શ્રી શોભાબેન જે. બક્ષી અને  શ્રી ઉપેન્દ્રભાઈ એમ. પારેખ દ્વારા  વિતરણ કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમ નું આયોજન પ્રમુખશ્રી લાભુભાઈ સોનાણીનાં અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્મમાં પધારેલા મહેમાનોનું સ્વાગત શ્રી મસ્તરામભાઈ દૂધરેજિયાએ કરેલ. કાર્યક્રમની આભારવિધિ કેશુભાઈ દૂધરેજિયા એ કર્યું હતું તેમજ કાર્યક્રમનું સંચાલન શ્રી કિશોરભાઈ પંડ્યા એ કર્યું હતું . પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને પ્રતિમાસ અનાજ કીટ નું વિતરણ કરવામાં આવે છે જેમાં દાન નોંધાવવા માટે દાતાશ્રીઓએ પોતાનું દાન ફોન નં.-૯૮૨૫૩૩૫૩૮૯ નો સંપર્ક કરવો.આપશ્રી દ્વારા આપેલ દાન ૮૦-જી હેઠળ કરમુક્ત છે.

Previous articleવેરાવળ ખાતે આંતરરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણી
Next articleતળાજા તાલુકાના બપાડા અને ધારડી ગામે રાબેતા મુજબ શૈક્ષણીક કાર્ય શરૂ