ભાવનગર રેલ્વે સ્ટેશન નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને નિલમબાગ પોલીસ સ્ટાફે રેડ કરી રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. નિલમબાગ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના પીએસઆઈ વાય.બી. ગોહિલ, પો.કો. મુકેશભાઈ મહેતા, પો.કો. હિરેનભાઈ મહેતા, પો.કો. જીગ્નેશભાઈ મારૂ, પો.કો. હારીતસિંહ ચૌહાણ તથા અન્ય પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી રાહે હકિકત મળેલ કે રેલ્વે સ્ટેશન પાસે બહારના ભાગે રીક્ષા પાર્કિંગમાં જાહેરમાં અમુક ઈસમો પાના-પૈસા વતી તીનપત્તીનો હારજીતનો જુગાર રમે છે જેથી પો.સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કુલ ત્રણ ઈસમો બાબુભાઈ ખોડાભાઈ ઢાઢોદરા, રફીકભાઈ કાસમભાઈ જેઠવા, યાસીનભાઈ સુલ્તાનભાઈ શેખ-સીપાઈને જાહેરમાં જુગાર રમતા પટ્ટમાંથી રોકડા રૂા.૧ર,૪૬૦ તથા મોબાઈલ ફોન નંગ-૦૪ કિ.રૂા.ર,૦૦૦ તથા ગંજીપતાનો કિંમત રૂા.૧૪,૪૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગાર પ્રતિબંધ ધારાની કલમ ૧ર મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. આ કામગીરીમાં નિલમબાગ પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય.બી. ગોહિલ, હારીતસિંહ ચૌહાણ, જીગ્નેશભાઈ મારૂ, મુકેશભાઈ મહેતા, હિરેનભાઈ મહેતા જોડાયા હતા.