જળશક્તિ મંત્રાલય હેઠળના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તા.૧૯/૧૧/૨૦૧૯ના રોજ વિશ્વ શૌચાલય દિનની ઉજવણીના ભાગરૂપે પ્રવાસી ભારતીય કેન્દ્ર, ન્યુ દિલ્હી ખાતે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૧૯ હેઠળ પ્રશસંનીય કામગીરી કરનાર રાજ્યો તથા જિલ્લાઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં કેન્દ્રીય રસાયણ અને ખાદ્ય મંત્રી શ્રી સદાનંદ ગૌડા, કેન્દ્રીય જળશક્તિ રાજય મંત્રી શ્રી રતનલાલ કટારીયાના વરદ હસ્તે વેસ્ટર્ન રીજયનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે આવતા એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ મોટા રાજ્યોમાં ગુજરાત રાજયએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે વેસ્ટર્ન રીજયનમાં ૧ થી ૩ ક્રમાંકે ગુજરાતનાં ત્રણ જિલ્લાઓને આ સમારોહમાં એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાએ પ્રથમ ક્રમ, મહીસાગરે દ્વીતીય ક્રમ અને પંચમહાલે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૧૯ નો શુભારંભ ભારત સરકાર દ્વારા તા.૧૪/૦૮/૨૦૧૯ના રોજ કરવામાં આવ્યો હતો. જે કામગીરી તા.૧૪/૦૮/૨૦૧૯ના રોજ શરૂ થઈ તા.૩૦/૦૯/૨૦૧૯ દરમિયાન ભારત સરકાર દ્વારા નક્કી થયેલ એજન્સી દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓના ૭૯૭ ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૩૩ જિલ્લાઓના ૭૯૭ ગામદીઠ ૧ એમ ૭૯૭ ગ્રુપ મીંટીગ, સ્થળ તપાસમાં ધાર્મિક સ્થળો, સ્કૂલ, આંગણવાડી, PHC સેન્ટર, ગ્રામ પંચાયત ઓફિસ, હાટ બજાર, સામુદાયિક શૌચાલયના સ્થળ ચકાસણી સહિત ૪૧૩૫ સ્થળોની ચકાસણી, ૧૯૮૪૩ ગ્રામજનોના પ્રતિભાવો, KeyInfluencePerson હેઠળ ૮૦૪૬ લોકોના પ્રતિભાવો તથા મોબાઈલ એપ દ્વારા ૨૧,૩૪,૧૦૦ નાગરિકોના પ્રતિભાવો મળ્યા છે.