બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ ની પરીક્ષામાં થયેલ ગેરરીતિ સામે લાવવા કલેકટર ને આવેદનપત્ર

875

ભાવનગર માં આજરોજ વિદ્યાર્થીઓ દવારા  ગત રવીવાર ના રોજ લેવાયેલ બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ ની પરીક્ષામાં થયેલ ગેરરીતિ સામે લાવવા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ગુજરાતના કેટલાક જિલ્લામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ દવારા કરવામાં આવ્યા છે. કેન્દ્રો પર ગેરરીતી બાબતે સરકાર દ્વારા હજુ સુધી ધ્યાન આપવામાં આવ્યું નથી. કેટલાક કેન્દ્રો પર હજુ ગેરરીતિ ની વાત બહાર આવી નથી. આને લઈ વિદ્યાર્થીઓ દવારા રોડ ચક્કાજામ કર્યો હતો.

માટે બધા જ ઉમેદવારો ને ન્યાય મળે તે માટે ફરીવાર પરીક્ષા લેવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પરિક્ષાર્થીઓ દ્વારા આજે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવામાં આવ્યું.

Previous articleપ્રશંસનીય કામગીરી બદલ વેસ્ટર્ન રીજીયનમાં ગુજરાત પ્રથમ અને રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજા ક્રમે
Next articleGSRTC દવારા જનતા માટે નવી એપ્લિકેશન સુધાર સાથે લોંચ કરાઈ