કડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન ગાંધીનગર,સેક્ટર-૨૩માં આવેલી બીબીઍ કૉલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઉધોગ સાહસિકતા કેળવવા વર્કશૉપનું આયોજન કરવા માં આવ્યું હતું. કોલેજ ના ઉપાચાર્ય ડો.જયેશતન્ના સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને સમગ્ર સેમેસ્ટર માં થનાર વવિધ વર્કશોપ ઉત્સાહપૂર્વક ભાગ લઇ કાંઈક નવું મેળવવા તત્પર રહેવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. તેમજ આજના મુખ્ય વક્તા ડો.ક્રુતિ પટેલ ને કોલેજ વતી આવકાર્યા હતા.જેમણે વિદ્યાર્થીઓને સફળ આંત્રપેન્યોર બનવા માટે માર્ગદર્શિત કર્યા હતા.
તેઓએ વેલ્યુ પ્રપોજીશન તેમજ સ્કેલ અબેલીટી વિદ્યાર્થીની સ્કીલ અને પેશન,ઓબ્જેક્ટિવ જેવી બાબતો પર વિસ્તૃત માહિતી આપી હતી.વિદ્યાર્થીઓને નોકરી અને વ્યવસાય વચ્ચેની તુલનાત્મક સરખામણી કરી વ્યવસાય ક્ષેત્ર ની વિવીધ ક્ષિતિજો નું મુદ્દાસર છણાવટ કરી હતી. ત્યારબાદ વિવિધ સફળ વ્યક્તિઓના ઉદાહરણ સાથે નું પ્રેઝન્ટેશન આપ્યું. અને વિવિધ બાબતો વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.કઈ રીતે રિસોર્સ ઉભા થઇ શકે. તેમજ કેપિટલ કઈ રીતે મેળવી શકાય. તે અગત્ય ના મુદ્દા ઉપર વિસ્તૃત માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ એ મેળવેલ જ્ઞાન અને માહિતી નું સુયોગ્ય રીતે અમલીકરણ થાય.તોજ સફળતા પ્રાપ્ત થઇ શકે તેમ વધુમાં જણાવ્યું હતું.
સાથે સાથે તેમણે અનેક સફળ ઉધોગ સાહસિકો ના ઉદાહરણ આપી વિદ્યાર્થીઓ ને સમજાવ્યા હતા. તેમજ દેશ અને દુનિયાના અર્થતંત્રમાં ઉધોગ સાહસિકો નું મહત્વ પણ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. જેનાથી વિદ્યાર્થીઓને આ તાલીમ કાર્યક્રમમાં જોડવા માટે પ્રેરણા મળે. તેમજ આ તાલીમ કાર્યક્રમમાં શીખવવામાં આવતી બાબતોની તેમણે ઊંડાણપૂર્વક છણાવટ કરી હતી. ઉપરોક્ત તાલીમ કાર્યક્રમમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ જોડાય તે માટે ઉપયોગીમાર્ગદર્શન વિદ્યાર્થીઓ ને પૂરું પાડવા માં આવ્યું હતું. મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ સફળ આંત્રપેન્યોર બની શકે તે માટે તેમનો અભ્યાસક્રમ પણ તેમને ઉપયોગી થાય છે.
જેથી તેઓએ યુનીવર્સીટી ના આ કાર્યક્રમ ને ગંભીરતાપૂર્વક લેવો જોઈએ. કાર્યક્રમમાં બીબીએ ના કુલ ૬૫ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે કડી સર્વ વિશ્વવિદ્યાલય નું WEC સેલ વિદ્યાર્થીઓ ના વિકાસ માટેસતત અનેકવિધ પ્રવૃતિ નું આયોજન કરી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમ ડૉ.રમાકાન્ત પૃષ્ટિ નાં માર્ગદર્શન હેઠળ,પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટી ના હેડ ડો.જયેશ તન્ના,પ્રો.માર્ગીદેસાઈ,ડો.આશિષ ભૂવાધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સફળતા પૂર્વક યોજવા માં આવ્યો હતો.