ભાવનગર જિલ્લાનું ઘોઘા ગામ કે જે ઈતિહાસના પન્ને કોતરાયેલું છે. એક સમયે ઘોઘામાં ૮૪ દેશોના વાવટા ફરકતા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર મહિનામાં ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે આ ફેરી સર્વિસને દેશના વિકાસની પ્રતિક ગણાવી હતી.
હાલ ઉનાળાની શરૂઆતમાં જ ગામ લોકો પાણી માટે વલખા મારવા પડે છે. જો કે છેલ્લા ૧પ વર્ષથી ગામની આ સ્થિતિ છે. ગામ લોકોને મહિનામાં એક જ વાર પીવાનું પાણી મળે છે. જેના કારણે રહેવાસીઓને ગામમાં આવેલ તળાવને ગંદુ પાણી ભરવા જવા મજબુર થવું પડે છે.
ઘોઘા ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતા તંત્ર આંખ આડા કાન કરે છે. તંત્ર આ બાબતે કોઈ ધ્યાન આપતું નથી. ગામ લોકોને હાઉસ કનેક્શનની લાઈન આપવામાં આવી નથી. લાઈન હાલમાં ફાળવેલી છે તે સ્ટેન્ડ પોસ્ટની લાઈન છે. ૧૬,૦૦૦ની વસ્તી એ માત્ર ૮ લાખ લીટર જ પાણી ઉપરથી આપવામાં આવે છે. સરકારી તંત્રએ આ બાબત પર કોઈ કાર્યવાહી કરી નથી. સો ટકા ગ્રાન્ટ આપવી જોઈએ તેના બદલે અધિકારીઓ ઓરમાયું વર્તન કરે છે.