ગારીયાઘાર પોલીસ સ્ટેશનના ગેન્ગ કેસના આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી

663

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, તથા એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ.એસ.એન.બારોટ સાહેબએ એસ.ઓ.જી. શાખાના સ્ટાફનાં માણસોને ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એસ.ઓ.જી. શાખાના સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, ગારીયાઘાર પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં-૪૬/૨૦૧૯ ઇ.પી.કો કલમ-૪૦૧,૩૪ મુજબના ગેન્ગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી રોહિત શશિકાંતભાઇ સરવૈયા રહે.કણબીવાડ ભાવનગરવાળો હલુરીયા ચોકમાં ઉભો  છે. તેવી હકિકત મળતા હલુરીયા ચોકમાં આવતા બાતમી વાળો ઇસમ હાજર મળી આવેલ, મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા રોહિત શશિકાંતભાઇ સરવૈયા ઉ.વ.૩૭ રહે.ખારગેટ પાસે કણબીવાડ ભાવનગર વાળો હોવાનું જણાવેલ, મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તા ફરતા હોવાની કબુલાત આપેલ, જેથી મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસરની કાર્યવાહી કરી સદર બાબતે ગંગાજળીયા પો.સ્ટે.ભાવનગરમાં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે ગારીયાઘાર પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે.

 આ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી.નાં પોલીસ ઇન્સ. એન.એન.બારોટ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.શાખાના હેડ કોન્સ અનિરૂધ્ધસિંહ વજુભા ગોહિલ તથા પ્રદીપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.
Previous articleનિષ્ઠા ફાઉન્ડેશન દ્વારા વાંચે ગુજરાત અંતર્ગત વાંચન વિવેચન કાર્યક્રમ યોજાયો
Next articleઅમદાવાદ ના વસ્ત્રાલ હાટ ખાતે ભાવનગર પછાત મહિલા મંડળ ના વેચાણ પ્રદર્શન સ્ટોલ ની મુલાકાતે રાજ્ય આદિજાતિ વિકાસ વિભાગ વન મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વસાવા