દામનગર શહેરમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઔદ્યોગિક માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. ગુજરાત સરકાર દ્વારા જાહેર થયેલ ઉદ્યોગ નીતિ યોજનાઓ અંગે માર્ગદર્શન આપતા કમિશ્નર પી.બી. પટેલે રોજગારી માટે સરકાર દ્વારા પ્રોત્સાહિત નીતિઓ ગરીબ પરિવાર બીપીએલ લાભાર્થીઓને માનવ કલ્યાણ યોજના દ્વારા હજારો હાથને હુન્નર માટે સરકાર દ્વારા મળતી ટુલ્સકીટ પીએમ ઈજીપી, જ્યોતિગ્રામ, બાજપાય, બેકેબલ જેવી યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી.
જિલ્લા ઉદ્યોગ શાખાના નાયક તથા પ્લાસ દ્વારા ઉત્પાદક ઉદ્યોગો કુટીર ઉદ્યોગ લઘુ ઉદ્યોગ દ્વારા રોજગારીના સર્જન અંગે દાખલારૂપ ગૃહ ઉદ્યોગમાં રોજગારી કેવી રીતે ઉભી કરાય તેની માહિતી આપી હતી.
આ સેમીનારમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના બ્રાન્ચ મેનેજર પટેલ સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા, દેવરાજભાઈ ઈસામલીયા, માર્કેટ યાર્ડના પૂર્વ પ્રમુખ નાનુભાઈ ડોંડા, ઈકબાલભાઈ ડેરૈયા, દામનગર ચેમ્બર ઓફ કોમર્સના અમરશીભાઈ નારોલા, ડાયમંડ એસો.ના માધવજીભાઈ સુતરીયા, ભરતભાઈ શાહ, દિલીપભાઈ અજમેરા, વિરેન્દ્રભાઈ પારેખ, ભીખુભાઈખખ્ખર, અશોકભાઈ બાલધા, ઈકબાલભાઈ મહેતર, ધીરૂભાઈ ગોદાવરીયા, નટુભાઈ ભાતિયા, વિનુભાઈ જયપાલ, ગણેશભાઈ નારોલા, હારૂનભાઈ ડેરૈયા સહિત મંજુબેન જયપાલ, ચંપાબેન ગોદાવરિયા, મીનાબેન મકવાણા, એકસોથી વધુ મહિલાઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ નાના-મોટા વેપાર ઉત્પાદક સહિત ખૂબ મોટીસંખ્યામાં હાજરી આપી હતી. ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનારને ખૂબ જ સારી સફળતા મળી હતી. દામનગર દશા સ્થાનકવાસી જૈન મહાજન વાડી ખાતે યોજાયેલ આ સેમિનારમાં ઉદ્યોગ માર્ગદર્શનને સુંદર સફળતા મળી હતી.