નેશનલ લેવલ આર્ટ કોમ્પીટીશન આયોજિત રંગોત્સવ સેલીબ્રેશનની વિવિધ સ્પર્ધાઓ યોજાયેલ જેમાં શ્રી ઘનશ્યામનગર પ્રા શાળા (તા./જિ.- ભાવનગર) ના બાળકોએ ભાગ લીધેલ. જેમાં હેન્ડરાઇટીંગ સ્પર્ધામાં શાળાની બાલિકા ધ્રુવિતા બરનવાલ સમગ્ર નેશનલ લેવલે બીજો નંબર પ્રાપ્ત કરેલ તેમજ અન્ય 28 બાળકોને વિવિધ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.શાળા પરિવારે અભિનંદન પાઠવેલ છે