બાબરા શહેર માં ઉભરાતી ભૂગર્ભ ગટરો અને ઠેર ઠેર રેઢીયાર ઢોર ના અડીંગા ના કારણે રોજ બરોજ બનતા અકસ્માતો અંગે ની સ્થાનિક નગરપાલિકા તેમજ પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ કચેરી માં ગ્રામજનો લતાવાસી દ્વારા અસંખ્ય રજુવાત છતાં કુંભકર્ણ નિંદ્રા માં પોઢેલું તંત્ર ધ્યાન સુધ્ધા પણ નહી આપી એક બીજી કચેરી સામ સામી દોષ ના ટોપલા ઢોળી રહ્યા નું જાણવા મળે છે વિગત મુજબ બાબરા શહેર માં વર્ષ ૨૦૧૬ દરમ્યાન રૂપિયા ૧૭.૫૦ કરોડ ના ખર્ચે પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ કચેરી હસ્તક શહેર ના મોટા ભાગ ના વિસ્તાર માં ભૂગર્ભ ગટર ની કામગીરી કરવા માં આવેલી બાદ બે વર્ષ સુધી તેનું મેન્ટેનન્સ કામ રાખનાર કોન્ટ્રકટ કંપની ને સંભાળવા નું હતું કંપની ના જણાવ્યા મુજબ સમય મર્યાદા પૂર્ણ થયા ના બે વર્ષ થવા છતાં સ્થાનિક કોંગ્રેસ શાશિત નગરપાલિકા પોતાની જવાબદારી સ્વીકાર કરવા માં પીછેહઠ કરી રહી છે અને કામગીરી સંભાળવા માં આવતી નથી અને યેન કેન રીતે સમય નો દુર્વ્યવ કરવા માં આવી રહ્યો છે જેથી લોકો ની હાડમારી પાલિકા ના પાપે વધી છે બીજી બાજુ પાલિકા તંત્ર ના જણાવ્યા મુજબ કામ કરનાર કંપની દ્વારા અપૂરતી કામગીરી કરી છે પ્લાન એસટીમેંટ મુજબ કામગીરી કરવા માં આવી નથી અને ભૂગર્ભ ગટર નિષ્ફળ નીવડ્યા નું જણાઈ આવે છે આ માટે પાલિકા તંત્ર દ્વારા કોર્ટ ના દ્વાર પણ ખખડાવવા માં આવ્યા છે
જયારે તા.૨૧ ના બાબરા વકીલ મંડળ બાર એશોસિએશન ની પ્રમુખ રમેશભાઈ મીઠાપરા તેમજ ઉપપ્રમુખ પ્રતાપભાઈ ખાચર દ્વારા બોલાવેલી મીટીંગ ઉપસ્થિત તમામ એડવોકેટ અને બાબરા બાર ના સભ્યો દ્વારા બાબરા શહેર વિસ્તાર માં સત્તાધીશો ના પાપે પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરી શહેર માં ઠેર ઠેર રખડતા રેઢીયાર પશુ ના નિરાકરણ માટે પાલિકા તંત્ર ની ફરઝ ચૂક અને ઉદાસીનતા સહિત ભૂગર્ભ ગટર ની નબળી કામગીરી ના કારણે ઉભરતા ગંદા પાણી થી ફેલાતા જીવલેણ રોગો થી જનતા પરેશાન બની હોવાથી આગામી આઠ દિવસ માં યોગ્ય કરવા માં નહી આવે તો તમામ લાગતા વળગતા સામે સિવિલ તેમજ ફોઝદારી રાહે કામગીરી કરવા માં આવનાર હોવાનું ઠરાવ માં જણાવી સ્થાનિક નગરપાલિકા માં જાણ કરવવા માં આવી છે
તસ્વીર ચિતરંજન છાટબાર