તા. ૨૬-૧૧-૨૦૧૯ ના રોજ લો કોલેજ, હિમતનગર ખાતે અધિવકતા પરિષદ (સા. કાં.) વતી પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી હિરેનભાઈ ત્રિવેદી અને લો કોલેજ ભૂતપુર્વ વિદ્યાર્થી મંડળ વતી અધ્યક્ષ શ્રી યોગેશભાઈ દોશી ના માર્ગદર્શનથી આયોજિત અને લો કોલેજ હિંમતનર અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના સંચાલન દ્વારા ૭૦માં સંવિધાન દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ.
સમારંભના મુખ્ય અતિથી તરીકે સાબરકાંઠા જીલ્લા મુખ્ય ન્યાયાધીશ શ્રી જે. સી. દોશી સાહેબ તથા મંચસ્ત મહેમાનો તરીકે કાનૂની સેવા સત્તા મંડળના મંત્રી શ્રી એ.એ. વાયડા સાહેબ, સિનિયર એડવોકેટ તરીકે શ્રી. આર. એન. પંડ્યા અને શ્રી જી. કે. ભાવસાર, બાર એસસિયેશનના પ્રમુખ શ્રી આર.વી. શર્મા, ડી.જી.પી. શ્રી એ.જે. પટેલ અને કેળવણી મંડળના પ્રમુખ શ્રી નાથા કાકા પટેલ અને મંત્રી શ્રી પ્રહલાદભાઈ સોમાણી ઉપસ્થિત રહેલ.
સમારંભ ની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવેલ, સમારંભમાં પધારેલ તમામ ન્યાયાધીશો, એડવોકેટ્સ અને વિધાર્થીઓ નું લો કોલેજના પ્રોફેસર શ્રી વૈદેહી મેડમ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ અને સર્વે ને સંવિધાન ની રચના સમયના વિડિયો ફોટો અને સંવિધાન ના અસલ પુસ્તક ની જાંખી પ્રોજેક્ટર પર બતાવવા માં આવેલ. સંવિધાન દિવસ સંદર્ભે જીલ્લા ન્યાયાધીશ શ્રી જે.સી. દોશી સાહેબ દ્વારા સંવિધાન ની રચના અને મહત્વની વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ અને મંચસ્ત મહાનુભવો દ્વારા બંધારણ અને તેના આર્ટિકલ્સ અંગે જાણકારી આપવામાં આવેલ.
ત્યારબાદ લો કોલેજ ના પ્રોફેસર ડો. જે. પી. જાની દ્વારા બંધારણ મુજબ ના સામૂહિક શપથ ગ્રહણ કરવામાં આવેલ. સમારંભ દરમિયાન પ્રોફેસર ડો. બિનલ મેડમ દ્વારા હોસ્ટિંગ કરવામાં આવેલ અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થનાર સર્વે નો યોગેશભાઈ દોશી દ્વારા આભાર વિધિ દરમિયાન આભાર વ્યક્ત કરવામાં આવેલ.