શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની ૧૩૨મી જન્મ જયંતી નિમિત્તે તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી

2129

તા.૨૭મી નવેમ્બર ૧૮૮૮એ વડોદરા ખાતે જન્મેલ, ‘દાદા સાહેબ’ નામથી લોકહ્રદયમાં પ્રતિષ્ઠિત
બનેલા, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની તથા આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ
વાસુદેવ માવળંકરની ૧૩૨મી જન્મ જયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમમાં મુકાયેલા તેમના તૈલચિત્રને
વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ભાવસભર પુષ્પાંજલિ આપવામાં આવી હતી.


આ પ્રસંગે અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા પોડિયમ ખાતે ઉપસ્થિત ‘સંસ્કારમ્ પબ્લિક
સ્કૂલ, હરિયાણાના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સાથે શ્રી ગણેશ વાસુદેવ માવળંકરના જીવનના આઝાદીકાળ
સમયના પ્રેરણાદાયી સંસ્મરણો યાદ કરતાં કહ્યું કે, તેઓ ભારતની ઊગતી સંસદીય લોકશાહીમાં સંગીન
પ્રણાલિકાઓ પાડનારા આદર્શ અધ્યક્ષ હતા. વધુમાં તેમણે વિદ્યાર્થીઓને માવળંકરજીના આદર્શોને અનુસરવા
આહવાન કર્યુ હતું.


આ કાર્યક્રમમાં શ્રી ગણેશ વાસુદેવ માવળંકરના પૌત્ર શ્રી માધવ માવળંકરે ઉપસ્થિત રહી પુષ્પાંજલિ
અર્પણ કરી હતી. આ ઉપરાંત ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, વિધાનસભા સચિવ શ્રી
ડી.એમ.પટેલ, ઉચ્ચ અધિકારીઓ/કર્મચારીઓ સહિત ધી ન્યુ એઇજ હાયર સેકન્ડરી સ્કૂલ, અમદાવાદના વિદ્યાર્થીઓ-શિક્ષકોએ ઉપસ્થિત રહી તેમના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરીને તેમના જીવનના મુક્તિ સંગ્રામ
સમયના સંસ્મરણો યાદ કર્યા હતા.

Previous articleકડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી.કૉલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન બીબીઍ દ્વારા રાજ્ય કક્ષાના ‘આયના- મેગ્નેટ’ એન્ટરપેન્યોર ફીયેસ્ટા કાર્યક્રમ ની તડામાર તૈયારીઓ
Next articleટાઇગર- દિશાના સંબંધોને લઇને વિરોધાભાસી હેવાલ