ગાંધીનગરના સેક્ટર-૩ ખાતે આવેલાં રામેશ્વર મંદિર હોલમાં ગુર્જર ગૌડ બ્રાહ્મણ સમાજ દ્વારા ન્યાય શાસ્ત્રના પ્રરેણા મહર્ષિ ગૌતમની જયંતિ ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત મહર્ષિ ગૌતમની પૂજા અર્ચના દ્વારા થઇ હતી. કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે રાજેશભાઇ વ્યાસ, મુખ્ય અતિથિ તરીકે અમિતભાઇ પંચોલી હાજર રહ્યા હતા. જ્યારે કાર્યક્રમનું સમાપન મુકેશ કુમાર વ્યાસ દ્વારા કરાઇ હતી. આ ઉપરાંત સમાજન વિકાસ માટે અગ્રણીઓ દ્વારા વિચાર ગોષ્ઠીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.