રાજુલા નજીક આવેલ રીલાયન્સ ડીફેન્સ કાર્યરત છે. જેમાં છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી કોન્ટ્રાક્ટર, કામદારો અને વેપારીઓના રૂા.૮૦ કરોડથી પણ વધારે રકમ બાકી હોય આ કંપનીમાં કમાવવા માટે ગયેલા લોકો વ્યાજના ખપ્પરમાં આવી ગયેલા છે અને લોકો દ્વારા અનેકવાર માંગણીઓ, રજૂઆતો કરવામાં આવેલ હોવા છતાં આ કંપની દ્વારા ચોરીની માથે તાનાશાહી કરીને જાણે આ દેશમાં લોકશાહીને બદલે ઉદ્યોગશાહી ચાલી રહી હોય તેમ કોઈને પણ ૧ રૂપિયો આપવાના બદલે ઉલ્ટાની નોટીસો ફટકારીને જે રૂપિયા બાકી છે તે કંપનીની ભુલ નહીં પરંતુ કોન્ટ્રાક્ટરોની ભુલને કારણે હોવાનું જણાવીને ચોર કોટ વાલને ડંડે તેવો ઘાટ થયેલ હોય છેલ્લા ૧ર-૧ર દિવસ ગુજરાતના અન્ના હજારો પ્રવિણ રામના નેજા નીચે કોન્ટ્રાક્ટર, વર્કરો અને વેપારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ૧ર દિવસ થવા છતાં કંપનીનું કે અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. ઉલ્ટાનું કંપની દ્વારા આંદોલન ઉગ્ર બનાવવા માટે ઉશ્કેરતા હોય તેવું લાગી રહ્યાનું પ્રવિણભાઈ રામે જણાવેલ છે તેમજ રામપરા-રના સરપંચ સનાભાઈ વાઘની સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેઓએ જણાવેલ છે કે, કંપની ખોટા વાયદાઓ આપી સમય પસાર કરી રહેલ પરંતુ લોકોના બાકી પૈસા તાત્કાલિક આપવા જોઈએ અને જરૂર પડ્યે અમો પણ લોકોને સાથ સહકાર આપીશું તેમજ આંદોલનકારી પ્રવિણભાઈ રામે જણાવેલ છે કે, અમો આવતા સોમવારથી આંદોલન નથી રણનીતિ નક્કી કરીશું અને લોકોના બાકી રૂપિયા અપાવીને જંપીશું.