HSRP નંબર પ્લેટ ફીટ કરવાની મુદતમાં એક મહિનાનો વધારો થયો

692
guj2432018-9.jpg

૩૧ માર્ચ દેશભરના વાહનો પર એચ.એસ.આર.પી નંબર પ્લેટ લગાવવાની અંતિમ તારીખ છે. ગુજરાતમાં હજુ પણ કરોડોની સંખ્યામાં વાહનો પર નંબર પ્લેટ લગાડવાની કામગીરી બાકી છે. તો બીજી તરફ વધતા જતા વાહનોની સંખ્યાને લઈને આ કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પુરી નહીં થાય. જેથી રાજ્ય સરકારે આ અવધિને વધારવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. બીજીતરફ ૐ.જી.ઇ.ઁ નંબરપ્લેટમાં એક મહિનાની મુદ્દતમાં ગુજરાત સરકારે વધારો કર્યો છે.
વિધાનસભા ગૃહમાં વાહનવ્યવહાર મુદ્દે પ્રશ્નોતરીમાં ચર્ચા કરવામાં આવી. જેમાં કૉંગ્રેસના ધારાસભ્ય શેલેષ પરમારે નવી નંબર પ્લેટ્‌સ લાગવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તે મુદ્દે પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૨.૩૯ કરોડ કરતા પણ વધુ વાહનો નોંધાયા છે ત્યારે એચ.એસ.આર.પી નંબર લગાવવા માટે  સરકારે ૭૦૦થી વધુ એજન્સીઓને આ કામ સોંપ્યું છે.
જેમાં નવા વાહનોમાં ત્વરિત નંબર પ્લેટ નાખવામાં આવે છે. જૂના વાહનોમાં એચ.એસ.આર.પી નંબર પ્લેટ લગાવવા માટે સુપ્રીમ કોર્ટ સમય વધારી આપે તેવી માંગ પણ સરકાર દ્વારા કરવામાં આવશે. જોકે, હાલ ૩૧ માર્ચ અંતિમ તારીખ છે ત્યારે હજુ પણ રાજ્યના મોટાભાગના જિલ્લાના આરટીઓમાં એચએસઆરપી નંબર પ્લેટો લગાવવાનું કામ બાકી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હાઇસીક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કરવા સુપ્રીમ કોર્ટને વિનંતિ કરી હોવાનો સ્વીકાર વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ ગૃહમાં કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વાહનોની સંખ્યામાં દિન પ્રતિ દિન વધારો થઇ રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે ઠરાવેલી સમય મર્યાદામાં આ નંબર પ્લેટો લગાડવી અશક્ય છે. એટલે સરકારે આ સમય મર્યાદામાં વધારો કરવા સુપ્રીમમાં અરજી કરી છે.
 

Previous article રાજુલા ભાજપ પરિવાર દ્વારા શહિદોને શ્રધ્ધાંજલી અપાઈ
Next article પેટ્રોલિયમ પેદાશોને જીએસટીમાં સમાવવાનો નીતિન પટેલનો ઈન્કાર