વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી નિમિત્તે ‘અનોખુ ઉડાન અમારૂ’ અંતર્ગત અંધશાળા ખાતે ત્રિ-દિવસીય વિશિષ્ટ પ્રદર્શનનો પ્રારંભ વિજ્ઞાન અને ટેકનોલોજી કૃતિઓ, વિવિધ ખાણી-પીણીની વાનગીઓ, રમત-ગમત સહિતની કૃતિઓ પ્રદર્શિત કરાઈ આજે ૩ ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને કૃષ્ણકુમારસિંહજી અંધઉદ્યોગ શાળા ભાવનગર દ્વારા આજથી ત્રણ દિવસ માટે ત્રિ-દિવસીય પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રદર્શન પૂર્વ દિવ્યાંગ બાળકોની રેલીનું આયોજન કરાયુ હતું.
રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગશાળા દ્વારા દર વર્ષે વિશ્વ દિવ્યાંગ દિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવે છે. તેના ભાગરૂપે આ વખતે અનોખુ ઉડાન અમારૂ શિર્ષક અંતર્ગત ત્રિ-દિવસીય વિશિષ્ટ પ્રદર્શન યોજવમાં આવ્યુ છે. જેનો ઉદ્ઘાટન સમારોહ અંધશાળાનાં પટાંગણમાં યોજાયેલ જેનું ઉદ્ઘાટન એલઆઈસીના ભાવનગર ડિવીઝનનાં સીનીયર મેનેજર અરૂણકાંત મિશ્રા, બેંક ઓફ બરોડા, તખ્તેશ્વર શાખાનાં આલોક સિહા, લાભુભાઈ સોનાણી સહિતની ઉપસથિતીમાં કરવામાં આવેલ. ત્યારબાદ ઉપÂસ્થત આગેવાનો અને આમંત્રીતોએ દિવ્યાંગ બાળકોનું પ્રદર્શન નિહાળ્યુ હતું.
પ્રજ્ઞાચક્ષુ બાળકોનાં વિશિષ્ટ પ્રદર્શનમાં બાળકોને ભણવાની પધ્ધતિ, સંગીતની તાલીમ વિજ્ઞાનનાં વિવિધ પ્રયોગો, કોમ્પ્યુટરનો ઉપયોગ વિશિષ્ટ ઉપકરણોનો ઉપયોગ, ઈલેકટ્રીક મોટર રીવાઈન્ડીંગ, પ્રજ્ઞાચક્ષુ ગૃહિણીઓ દ્વારા હોય સાયન્સની પ્રવૃત્તિઓ, ખાણી-પીણી ઉપરાંત વિશષ્ટ ગૃહ ઉપયોગી બનાવટ તેમજ વિવિધ રમતો સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવેલ જેને આગેવાનો અને આમંત્રીતોએ નિહાળી પ્રજ્ઞાચક્ષુ બાળકોની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
આ ત્રણેય દિવસનાં પ્રદર્શનને ભાવનગરની શાળા કોલેજનાં વિદ્યાર્થીઓ ઉપરાંત નગરજનોને નિહાળવા લાભુભાઈ સોનાણી દ્વારા અનુરોધ કરાયો છે.