નિયામક, અર્થશાસ્ત્ર અને આંકડા શાસ્ત્ર, ગાંધીનગર અને જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા જિલ્લાના તલાટી કમ મંત્રી, ગ્રામસેવક, વિસ્તરણ અધિકારીઓ માટે જિલ્લા કક્ષાએ એક દિવસીય આંકડાકીય કામગીરી અને તાલીમ કમ કાર્ય શિબિર આજે તા. ૨૩ માર્ચે કોર્ટ હોલ, યુનિ. ભાવનગર ખાતે યોજાઈ હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આયુષ ઓકે જણાવ્યું હતું કે, તાલીમ કાર્યક્રમ થકી કરવાની થતી કામગીરી વધુ સરળતાથી અને પારદર્શક પદ્ધતિએ કેમ કરવી તે સમજણ મળતી હોય છે. જિલ્લાના વિકાસ કાર્યો માનવીય અભિગમ, સંવેદનાથી કરવાથી કામ કર્યાનો આત્મસંતોષ મળશે સાથે સાથે લોકોને પણ સંતોષ આપી શકાશે.
આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી. સી. પટેલ, રાઠવા, પ્રોબેશનરી ઓફીસર ગમારા, જિલ્લા આયોજન અધિકારી જે. બી. વાઘમશી, હિસાબી અધિકારી જેબલીયા, સંશોધન અધિકારી એસ. કે. વસાણી, ડી. એ. ગોહિલ, આંકડા શાખા જિલ્લા પંચાયતના કર્મચારીઓ, જિલ્લામાંથી તાલીમાર્થીઓ એવાં તલાટી કમ મંત્રી, ગ્રામસેવક, વિસ્તરણ અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.