ભાવનગર બાર એસોસિયેશન દ્રારા શેહેરમા સરકારના હેલ્મેટ મુક્તિ નિર્ણયને લઇ ફટાકડા ફોડી આવકાર

749

ભાવનગર બાર એસોસિયેશન ની સરકાર માં કરેલ રજુઆતો ને લઈ આજરોજ રૂપાણી સરકાર ના મહત્વ ના નિર્ણય થી વકીલો દ્રારા ફટાકડા ફોડી ને નિર્ણય ને આવકર્યો હતો.

ટ્રાફિક નિયમોને લઈને રૂપાણી સરકારનો મહત્વ નો નિર્ણય
શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય
સમગ્ર રાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા હદ વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નહિ.
કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના પરિવહન મંત્રી ફળદુએ
મીડિયા સાથે વાતચીત વખતે જણાવ્યું કે રાજ્ય સરકારને ફરજિયાત હેલમેટ કાયદા વિશે અનેક રજુઆતો આવી હતી. આ રજુઆતો અને હેલમેટ ફરજિયાત પહેરવાના નિર્ણયથી પડતી સામાજિક અગવડતાંઓને ધ્યાને રાખી કેબિનેટ બેઠકે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ગુજરાત સરકાર ના પ્રજા લક્ષી ખૂબ જ સારા નિણર્ય ને વધાવતા આતશબાજી અને મીઠું મોં કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રમુખ સંજયભાઈ ત્રિવેદી મંત્રી નિકુંજ મહેતા પુવૅ પ્રમુખ હિરેનભાઈ જાની ,બી એલ જોશી, શિવુભા ગોહિલ, હિતેશભાઈ શાહ સહિત ના તમામ વકીલ સાહેબો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleપ્રભાસ પાટણ ઘાંચી સમાજના પ્રમુખ તરીકે નૂરમહમદભાઈ કાલવાત નો સતત બીજી વખત વિજય
Next articleશહેરના ઘોઘારોડના રહેણાંકી મકાન માંથી ઈંગ્લીશ દારૂની 60 પેટી ઝડપાઇ