ભાવનગર વિભાગ ના રેન્જ આઈ.જી.પી અશોકકુમાર યાદવ ના હુકમ તથા ભાવનગર જિલ્લાના અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા સીટી ડીવાયએસપી એચ.એમ.ઠાકરના માર્ગદર્શન મુજબ તે દરમ્યાન પોલીસ કોન્સ.ફારૂકભાઈ મહીડાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઘોઘારોડ,14 નાળા મફતનગર ખાતે રહેતાં મુકેશભાઈ રવજીભાઈ રાઠોડેએ પોતાના મકાને ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો પોતાની રિક્ષામાં હેરાફેરી કરી તેના ઉતારેલ છે. જેથી તેના ઘરે રેડ કરતા ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા મુકેશભાઈ રવજીભાઈ રાઠોડ હાજર મળી આવેલ નહીં અને ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા (1) રાહુલ સ/ઓ મુકેશભાઈ રવજીભાઇ રાઠોડ ઉ.મ.19 (2) જાગૃતિબેન વા/ઓ મુકેશભાઈ રવજીભાઇ રાઠોડ ઉ.મ.34 રહે.ઘોઘારોડ, 14 નાળા મફતનગર ભાવનગરવાળાઓ મળી આવેલ અને તેમના રહેણાંક મકાન તથા બજાજ થ્રી વીલર રીક્ષા રજીસ્ટર નંબર જીજે 07 વી વી 4345 માં સંતાડેલ ભારતીય બનાવટ નો દારૂ પાર્ટી સ્પેશિયલ ની પેટી નંગ-60 બોટલ, નંગ-720, કી. રૂ. 2,52,000/- નો મળી આવતા તે ઇંગ્લિશ દારૂ રીક્ષા તથા એક મોબાઈલ મળી કુલ રૂપિયા 3,32,000/- નો મુદ્દામાલ કબજે કરી આરોપી રાહુલ સ/ઓ મુકેશભાઈ રવજીભાઈ રાઠોડ ને ધોરણસર અટક કરી સંધ્યા ટાઈમે તેની માતાને સવારે હાજર થવા સમજ કરેલ છે. આગળની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ સોલંકીએ હાથ ધરેલ છે.
આ કામગીરીમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ સોલંકી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જે વી ચુડાસમા, તથા કિર્તીસિંહ ઇન્દુભા, ફારૂકભાઇ મહીડા, ખેંગારસિંહ ચંદુભા, જયેન્દ્રસિંહ સહદેવસિંહ તથા કે કે વાઘેલા જોડાયા હતા.