મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, મનોવિજ્ઞાન ભવન દ્વારા તા. ૩૦ નવેમ્બર, ૨૦૧૯નાં રોજ સવારે ૦૮ કલાકે થી ૦૬:૩૦ સુધી એક દિવસિય “મેન્ટલ હેલ્થ એન્ડ લાઇફ સ્ટાઇલ” વિષય પર નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનું ઉદ્દ્ઘાટન સવારે ૧૦ કલાકે અટલ ઓડિટોરિયમમાં માન. કુલપતિશ્રી મહિપતસિંહ ચાવડા સાહેબ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તથા આમંત્રિત મહેમાનો માન. કુલપતિશ્રી ચેતનભાઇ ત્રિવેદી (ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. જૂનાગઢ), પૂર્વ કુલપતિશ્રી સી.બી. જાડેજા સાહેબ (શ્યામજીકૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી-ભુજ), તથા કિ-નોટ સ્પિકર પ્રો. સતિષચંદ્રકુમાર (અધ્યક્ષ-મનોવિજ્ઞાન ભવન, મુંબઇ યુનિ.મુંબઇ), પ્રો. મહસ્કે (અધ્યક્ષ- મનોવિજ્ઞાન ભવન, સાવિત્રિબાઇ ફૂલે યુનિ. પૂણે), તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતુ. તેમજ વિવિધ યુનિવર્સિટીમાંથી આવેલા વિષય નિષ્ણાંતોએ યુનિવર્સિટી નવા કોર્ટહોલમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
વધુમાં આ સેમિનારમાં કુલ ૨૪૫ જેટલા સહભાગીઓએ ભાગ લીધો હતો. જેમાં પાંચ સેશનમાં ૧૦૪ જેટલા સંશોધન
પેપરો રજૂ થયા હતા. આ સંશોધન પેપરનાં શિર્ષકો આધુનિક જીવન શૈલી તેમજ માનસિક સ્વાસ્થ્યને લગતા હતા. જેવા કે, વર્તમાન પરિદ્રશ્યમાં જીવનશૈલીનું મહત્વ, માનસિક સ્વાસ્થ્ય, સકારાત્મક વિચારણા, સુખાકારી, અધ્યાત્મ, યોગ, ધ્યાન, આસ્થા, આશાવાદ, મનોભાર, ચિંતા, તનાવ, વ્યસન,મદ્દપાન, દવાઓ અને પ્રચાર માધ્યમો વગેરે હતા.
ત્યારબાદ સાંજે ૦૫:૩૦ થી ૦૬:૩૦ દરમ્યાન નેશનલ સેમિનારનાં સમાપન કાર્યક્રમનું આયોજન માન.કુલપતિશ્રી
મહિપતસિંહ ચાવડા સાહેબ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની અધ્યક્ષતામાં યુનિવર્સિટી નવા
કોર્ટહોલમાં થયુ હતુ.