દામનગરના સ્ટેશન રોડ પર આવેલ મનોકામના મેલડી માતા મંદિર ખાતે દામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો હાવતડ, ઈંગોરાળા, એકલેરા, ઢાંગલા, ખારા, દહીંથરા, નવાગામ, ધ્રુફણીયા, પાડરશીંગા, છભાળિયા, ભીગરાડ, મૂળિયાપાટ, ઠાંસા, સુવાગઢ, માંડવી, વિકળીયા, હજીરાધાર, ધામેલ, ભાલવાવ સહિતના અગ્રણીઓની હાજરીમાં આગામી બાબરા તાલુકામાં ચમારડી ખાતે યોજાનાર સર્વજ્ઞાતિ સમુહ લગ્નો અને સર્વજ્ઞાતિ બેઠક બોલાવતા સર્વ સમાજના સમર્થનથી એકડેઠઠ હાજરીવાળી બેઠકમાં ઠાકોર, કોળી, માલધારી, બ્રહ્મસમાજ, પટેલ, વણિક, લુહાર, સુથાર, દલિત, ગઢવી, મોચી, પ્રજાપતિ, વાળંદ, ક્ષત્રિય, રાજપુત, સાધુ સમાજ સહિતના પ્રતિનિધિ સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી મોટાભાગની ગ્રામ પંચાયતોના સરપંચોની હાજરીમાં દરેક વ્યક્તિઓને સર્વજ્ઞાતિ સમુહ લગ્નમાં હાજરી અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન ઉપરાંત બેટી બચાવો પર્યાવરણ જળ સંસાધન વ્યસનમુક્તિ સહિતની વાતો ગોપાલભાઈ વસ્તપરા, અમરશીભાઈ નારોલા, નિકુલભાઈ રાવળ, ભુરાભાઈ સાસલા, નટુભાઈ ભાતિયા, દેવરાજભાઈ ઈસામલિયા, કનુભાઈ સુતરીયા, ગોવિંદભાઈ નારોલા, લાભુભાઈ તજા, ભરતભાઈ રાવળ, કરશનભાઈ નારોલા, અરજણભાઈ નારોલા સહિતે કરેલ. અનેકો દ્વારા સાર્વજનિક જવાબદારી પરસ્પર એક્યતાની સરાહના સ્ત્રી સ્વયંમ સેવકોની પણ હાજરી દામનગર શહેરમાં મનોકામના મેલડી માતા મંદિર પરિસરમાં વિશાળ હાજરીમાં સર્વજ્ઞાતિ પરણીય મહોત્સવને સફળ બનાવવા અનુરોધ કરાયો હતો.