લોકભારતી સણોસરા ખાતે સુદ્રઢ પાયાની લોકશાહી તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચુંટણીઓ અંગે મતદાર જાગૃતિ સેમીનાર યોજાયો

553

ભાવનગર જિલ્લાના લોકભારતી સણોસરા ખાતે સુદ્રઢ પાયાની લોકશાહી અને સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓ અંગે મતદાર જાગૃતિ સેમીનાર યોજાયો હતો. જેમા સંસ્થાના બાળકો અને
શિક્ષકો દ્વારા કાર્યક્રમનુ સંચાલન હાથ ધરાયુ હતુ.


દેશના ૭૦માં બંધારણ સ્વીકાર દિવસની ઉજવણી અને ડો. ભીમરાવ આંબેડકર સાહેબના ‘સમરસતા’ જન્મ
દિવસની ઉજવણીના માધ્યમથી લોકોમાં મુળભૂત ફરજો પ્રત્યે જાગૃતિ કેળવાય અને તે અનુસરવા માટે
કટિબદ્ધ બને તે હેતુથી ભારત સરકાર દ્વારા નેશનલ કેમ્પેનીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે
અભિયાનની શરૂઆત આજથી કરવામાં આવી હતી.જે બાબાસાહેબ આંબેડકરના આવનાર જન્મ દિવસ
એટલે ૧૪મી એપ્રલિ સુધી ચાલનાર છે. આ દરમિયાન મુળભૂત ફરજો અંગે જાગૃતિ લાવવા વિવિધ
કાર્યક્રમો અને શિબરોનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમની શરૂઆત બાલવાડી શિબિર દ્વારા કરવામા આવી હતી. આ શિબિરમા બાળકોને ભવિષ્યમા આવનારી આપત્તિ સામે લડવા તેમજ સરકારી ભરતી અંગેની પરિક્ષાઓ અંગે માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. આ બાલવાડી શિબિરની શરૂઆત બાલ અભિનય દ્વારા કરવામા આવી હતી. જેમા બાળકોએ સંગીત સાથે વાજીંત્રો વગાડી કૃતિ રજુ કરી હતી. આ કૃતિ જોઈને શિબિરમા રહેલ દરેક લોકો જોવામાં તરબોળ થઈ ગયા હતા. ત્યારબાદ મતદાર સેમિનાર અંગેના કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમની શરૂઆત દિપ
પ્રાગટ્ય દ્વારા થઈ હતી. આ કાર્યક્રમમા ઉપસ્થિત મહેમાનોને સંસ્થા દ્વારા ગાંધીજીની માઈ સ્ટોરી નામનું
પુસ્તક, સંસ્થાના બાળકોએ પોતાના હાથે બનાવેલા કાગળના પુષ્પ તેમજ ખાદીના રૂમાલ આપી સ્વાગત
કરવામા આવ્યુ હતુ.

રાજ્ય ચુટણી આયોગના કમિશ્નરશ્રી સંજય પ્રસાદએ પોતાના વક્તવ્યમા જણાવ્યુ હતુ કે મતદાનની પાછળ
લાગે છે દાન માટે મતદાન સો વખત વિચારીને કરવુ જોઈએ. ભવિષ્યમા પ્રથમ વખત મતદાન કરનારા
બાળકો પોતાનો મત યોગ્ય અને સાચી જગ્યાએ આપે તે માટે પોતાના વક્તવ્યમા વધુમા જણાવ્યુ હતુ કે
ભાવનગર જિલ્લાના જિલ્લા પંચાયતમા કુલ ૪૦ સભ્યો, તાલુકા પંચાયતમા કુલ ૨૧૦ સભ્યો, ગ્રામ
પંચાયતમા કુલ ૬૫૯ સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યની સંખ્યા કુલ ૫૬૪૨ સભ્યો, ૬
નગરપાલિકામા કુલ ૧૯૨ સભ્યો તેમજ મહાનગરપાલિકામા કુલ ૫૨ સભ્યોને આપણા મત થકી નિમવામા
આવે છે.
આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય ચુટણી આયોગ દ્વારા પ્રકાશિત થયેલ ડોક્યુમેંટરી ફિલ્મ તેમજ પી.પી.ટી. બતાવી
ચુટણીમાં કરવામા આવતી પ્રક્રિયાઓ અંગે માહિતગાર કરી બાળકોને માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યુ હતુ.
તેમજ મતદાન અંગે તેમજ ભારતના બંધારણ અંગેની માહિતી પુરી પાડી હતી. ગુજરાત રાજ્ય ચુંટણી
આયોગના સચીવશ્રીએ પોતાના વક્તવ્યમા જણાવ્યુ હતુ કે ઘરમા ભાગવત ગીતા, કુરાનની સાથે ભારત
દેશનું બંધારણ પણ રાખવુ જોઈએ અને દરેક લોકોને ભારતના બંધારણ અંગેની માહિતી પુરી પાડવી જોઈએ. આ કાર્યક્રમની આભારવિધિ શિહોરના નાયબ કલેક્ટરશ્રી ગોકલાણીએ કરી હતી તેમજ આ કાર્યક્રમનુ સંચાલન વિશાલભાઈએ કર્યુ હતુ. આ કાર્યક્રમમા રાજ્ય ચુટણી આયોગના કમિશ્નરશ્રી સંજય પ્રસાદ, રાજ્ય ચુટણી આયોગના સચિવશ્રી મહેશભાઈ જોષી, ભાવનગરના નાયબ જિલ્લા ચુટણી અધિકારીશ્રી ખેર, શિહોરના નાયબ કલેક્ટરશ્રી ગોકલાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બાગુલ, લોકભારતી સણોસરાના નિયામકશ્રી ડો.અરૂણભાઈ દવે, પ્રોફેસરશ્રી ડો. પિનાકીન વ્યાસ, તાલુકા વિકાસ અધિકારીશ્રી શિહોર,ઉમરાળા, નાયબ પ્રોબેશન અધિકારીશ્રી વિકાસ, મામલતદારશ્રી ધવલ રવૈયા, શિહોર,ઉમરાળા મામલતદારશ્રી, નાયબ મામલતદારશ્રીઓ, તલાટી મંત્રીશ્રીઓ તેમજ સંસ્થાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા.

Previous articleસહજાનંદ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ દ્વારા સ્વયંપાકનું આયોજન
Next articleઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ