શાળાકીય સહ અભ્યાસ પ્રવૃત્તિ નાં ભાગ રૂપે આરાધના વિદ્યાર્થીઓ અને સહજાનંદ વિધાલય ખાતે શનિવાર ના રોજ સ્વયંપાકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળામાં ઘો.1 થી 12 ના અંદાજીત 550 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો વિવિધ પ્રકાર ની વાનગીઓ જાતે બનાવી હતી અને સમૂહ ભોજન કાર્યું હતું. વિદ્યાર્થીઓમાં સ્વયં સચાલનનો ગુણ કેળવાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં સહજાનંદ વિધાલય ના મેનિજિંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલએ હાજર રહી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા.