સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે તારીખ – ૦૭/૧૨/૨૦૧૯ ને
શનિવારનાં રોજ શિયાળુ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ – ૧ થી ૮ નાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ શિયાળું રમોત્સવમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયુ હતું.
જેવી કે અવળી –સવળી દોડ, લીબું ચમચી, દેડકા દોડ, ઈન-આઉટ ગેમ, ત્રી-પગીય દોડ, લેગ બલુન, ફુગ્ગા ફોડ, મુળાક્ષરની ઓળખ, સંગીત ખુરશી, એક મીનીટ સ્પર્ધા, કોથળા દોડ, સ્લો સાઈકલીંગ, લોટ ફુકણી, રસ્સા ખેંચ વગેરે જેવી અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ રમતોમાં વિદ્યાર્થીઓએ ખુબ જ હર્ષોલ્લાસથી ભાગ લીધો હતો. આ તમામ રમતોમાં પ્રથમ,દ્વિતીય અને તૃતિય આવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહીત ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતાં. આ શિયાળુ રમોત્સવને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારનાં તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.