ભારતમાં ટીબીનું પ્રમાણ ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જાતે દેખરેખ રાખી ટીબીને ભારતમાંથી ર૦રપ સુધીમાં નાબુદ કરવાના પ્રયત્નો હાથ ધરેલ છે.
ખાસ કરીને એમ.ડી.આર. ટીબી જેની સારવાર લગભગ ર૪ થી ર૭ મહિના જેટલી લાંબી હોઈ છે.
આવા દર્દીને ખુબ જ વધારે પ્રમાણમાં દવા લેવાની જરૂરીયાત રહેતી હોય દવા સાથે પ્રોટીનયુકિત આહારની પણ જરૂરીયાત રહે છે અને દર્દીને લાંબી બિમારીને કારણે આર્થિક ભારણ પણ વધે છે. માટે ભાવનગરમાં એમ.ડી.આર. ટીબીના દર્દીને પ્રોટીનયુકત આહાર મળી રહે તે માટે જય ગણેશ સેવા ટ્રસ્ટ દ્વારા ન્યુટ્રીશન કીટ વિતરણ કરેલ છે.
જય ગણેશ સેવા ટ્રસ્ટના પ્રમુખ ડો. મહેશભાઈ લાધવા દ્વારા ભાવનગરમાં સર્વપ્રથમ એમ.ડી.આર. ટીબીના દર્દીને આ કીટ વિતરણ કરવાનું કાર્યક્રમ બહુમાળી ભવન ખાતે યોજાઈ ગયેલ છે. આ કાર્યક્રમમાં કુલદીપસિંહ ચુડાસમા અધ્યક્ષ યુવા ભાજપ ડો.કે.આર. સોલંકી જિલ્લા ક્ષય અધિકારી તથા જય ગણેશ સેવા ટ્રસ્ટના પ્રમુખ ડો. મહેશભાઈ લાધવા તથા પ્રભાતભાઈ પંડયા, ભદ્રેશભાઈ રમણા, રાજુભાઈ બારૈયા, રમેશ ધાંધલા વગેરે ઉપસ્થિત રહેલ.