ભગવાન રામ આચાર ધર્મમાં મુર્તિમંત સ્વરૂપ હતાં. તેમનું સમગ્ર જીવન મૂર્તિમંત સદાચારનો આદર્શ હતું. રામરાજય કે જેની બધા જ મુકતકંઠે પ્રશંસા કરે છે અને ભારતમાં પુનઃ સ્થાપિત કરવાના સ્વપ્ન જુએ છે. તે સદાચાર પર પ્રતિષ્ઠિત હતું. રામરાજયને સાકારીત કરવું હશે તો શ્રીરામના જીવનના આદર્શ આચાર વિચાર પણ જીવનમાં ચરીતાર્થ કરવા પડશે અને તે મળે તે રીતે સદાચારયુકત સમાજ નિર્માણ કર્યો હતો. અનેત ેના પાયામાં આચાર ધર્મનું અધિષ્ઠાન હતું. આપણું માનવ જીવન સુંદર બનાવવાનું સંપુર્ણ શિક્ષાપ્રદ, મર્યાદ પુરૂષોત્તમ ભગવાન શ્રીરામ જેવું ઉત્તમ ચરિત્ર, ભારતીય સંસ્કૃતિના ગૌરવપુર્ણ ઈતિહાસમાં કયાય ઉપલબ્ધ નથી. તેથી રામનું જીવન ચરિત્ર સમાજમાં નિર્માણ કરવા સારા વિચારો ઘર-ઘરમાં લઈ જવા પડશે.
શ્રીરામનું ચરિત્ર કોઈપણ દ્રષ્ટિથી જોઈશું તો બધી જ દ્રષ્ટિએ તે આદર્શ, શુભ તથા સદાચાર સંપન્ન હતું. તેથી બ્રહ્મદેવે વાલ્મીકીને કહ્યું તારા કાવ્યમાં એક પણ ખોટો શબ્દ નહીં આવે, તું રામની પવિત્ર અને મનોરમ એવી શ્લોક બદ્ધ કથા નિર્માણ કર અને બ્રહ્માજીની પ્રેરણાથી મહર્ષિ વાલ્મીકીને કહ્યું તારા કાવ્યમાં એક પણ ખોટો શબ્દ નહીં આવે, તું રામની પવિત્રો મનોરમ એવી શ્લોક બદ્ધ કથા નિર્માણ કર અને બ્રહ્માજીની પ્રેરણાથી મહર્ષિક વાલ્મીકી દ્વારા રચિત રામચરીત્ર પ્રમાણ અદ્ભૂત છે. મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામનું દિવય ચરીત્ર પુત્રના રૂપમાં, ભાઈના રૂપમાં, પતિ અને શિષ્યના રૂપમાં, પિતા, મિત્ર તથા રાજાના રૂપમાં જોવામાં આવે તો પણ સર્વતઃ સર્વથા, સર્વદા, નિર્મળ, નિષ્કલંક, ચંદ્રમાં જ ેવું વંદનીય તથા આચરણીય ચરિત્ર છે.
ભગવાન શ્રીરામની માતૃભકિત આદર્શ હતી. સ્વમાતા અને અન્ય માતાઓ માટેનો પ્રેમ તો હતો જ પણ અતિ કઠોરમાં કઠોર વ્યવહાર કરવાવાળી કૈકયી માટે પણ શ્રીરામે ભકિતપુર્ણ અને સન્માનજનક વ્યવહાર કરવાવાળી કૈકયી માટે પણ શ્રીરામે ભકિતપુર્ણ અને સન્માનજનક વ્યવહાર હંમેશા રાખ્યો છે. ભગવાન શ્રીરામની પિતૃભકિત પણ અદ્ભૂત હતી. પિતાનું વચન પુરૂ કરવા માટે અયોધ્યાનું બધુ સુખ વૈભવ, છોડીને તે ચૌદ વર્ષ વનમાં ગયા, ત્યાં જઈને પણ આદિવાસી, વનવાસી, કિરાત, ગિરિજન, વગેરે લોકોના જીવનમાં આદર્શ વિચાર લાવ્યા.
પ્રભુ શ્રીરામ એક આદર્શ ભાઈ પણ હતા અને રામાયણમાં ઠેકઠેકાણે તેની અભિવ્યકિત જણાય છે. ભારતને આ રાજય આપવા માટે રાજાએ પોતે આજ્ઞા કરવાનું કોઈ જ કારણ નથી. ભરત માટે પોતાના પ્રાણ આપવા તૈયાર છે. ભગવાન શ્રીરામની અનાર્યો સાથેની મૈત્રી અજોડ હતી. શ્રીરામ નિષાદાધિપતિ ગૃહ તથા વાનરરાજ સુગ્રીવ એમ બંનેને પોતાના સમકક્ષ મિત્ર બન્યા હતાં અને તે પ્રમાણે તેમણે મૈત્રીનિભાવી હતી. રામે હનુમાનને કહ્યું કે વનવાસમાંથી આપણે પાછા ફર્યા છીએ તેના પ્રથમ સમાચાર ગૃહરાજાને પહોંચાડો અને ગૃહ પ્રત્યેનો સખ્ય ભાવ વ્યકત કરતા કહ્યું કે હું કે નિરોગી તાવ રહિત અને સારી સ્થીતિમાં છું તે સાંભળી ગૃહને અત્યતં આનંદ થશે કારણ કે હું મારા ઉપર જેટલો પ્રેમ કરૂં છે તેટલો જ પ્રેમ ગૃહ ઉપર કરૂં છું, તે મારો મિત્ર છે, સુગ્રીવ સાથે તો પ્રભુરામચંદ્રે અગ્નિની સાક્ષીએ મૈત્રી સંબંધ બાંધ્યો હતો. તું મારો માનીતો મિત્ર હોવાથી આપણે હવેથી સુખ – દુઃખમાં એકરૂપ થયા છીએ.
પ્રભુ રામનો પત્ની સીતા પર પ્રેમ અલૌકિક હતો પરંતુ સામાન્ય રીતે જનમાનસના ગળે આ વાત ઉતરતી નથી કારણ કે તેણે સગર્ભા અવસ્થામાં સીતાનો ત્યાગ કર્યો હતો. પરંતુ તેમના સમગ્ર જીવનનો વિચાર કરીશું. તો સમજાશે કે ભાવનાના આંસુઓથી કર્તવ્યની સીમા રેખા કદી ભુંસી શકાતીન થી. રામની કઠોર કર્તવ્ય પરીયણતાને ભાવના ઓગાળી ન શકી. સીતાના વિરહ તે જીરવી શકતા નથી. તે જંગલના વૃક્ષોને ગાંડા બનીને સીતા વિશે પુછે છે.
રામ એ એક આર્દશ રાજા હતાં. તેમનું રાજયવ્યવસ્થા અનુપમેય, ઉત્કૃષ્ટ હતી. તેથી આજે પણ બધાને રામ રાજયની ઝંખના છે. મહાત્મા ગાંધીજીએ ભારતમાં રામ રાજય સાકાર થાય તેનું સ્વપ્ન જોયું હતું. ઈક્ષ્યાકુ વંશમાં તથા અન્ય વંશોમાં પ્રભુરામચંદ્ર પહેલા કેટલાયે પરાક્રમી મહાન રાજાઓ થઈ ગયા પરંતુ કોઈના માટે પણ તેમના નામની સાથે રાજયની વ્યવસ્થાનો ઉલ્લેખ નથી.