અક્ષિતા મુદગલ (સોની સબ પર ભાખરવડીમાં ગાયત્રી)
ભાખરવડી પરિવારનો હિસ્સો બની તે પૂર્વે મને યાદ છે કે હું અને મારો આખો પરિવાર જીજાજી છત પર
હૈ જોતા અને બહુ મજા માણતાં હતાં. શોનાં પાત્રો ખરેખર અજોડ છે, જે અમુક બહુ જ પ્રતિભાશાળી
કલાકારોએ સાકાર કર્યાં છે. તેમણે શ્રેષ્ઠતમ અભિનય કર્યો છે અને દરેકની મહેનત આ શોના વોલ્યુમ પરથી
દેખાય આવે છે. શો કોમેડી, રોમાન્સ અને ભાવનાઓનું સુંદર સંમિશ્રણ છે.
હિબાનું પાત્ર બોલકણું, નખરાવાળું છે. વહાલી ઈલાયચી અને તેના વિખ્યાત તંટાઓએ મારું અને દરેકનું
મન જીતું લીધું છે. બધા કલાકારોએ 500 એપિસોડના પ્રવાસમાં તેમનાં પાત્રોને જીવંત રાખવા માટે
ઉત્સ્ફૂર્તતા જાળવી રાખી છે, જે પડકારજનક છે અને આ નોંધનીય સફળતા છે. હું બધાને શુભેચ્છા આપું
છું અને આવા જ વધુ એપિસોડ આવશે એવી મનોકામના કરું છું.
દેવ જોશી (સોની સબ પર બાલવીર રિટર્ન્સમાંથી બાલવીર)
જીજાજી છત પર હૈ શો મૂડ સુખદ બનાવે છે અને 500 એપિસોડના તેના પ્રવાસમાં આ લહેરને સુંદર
રીતે જાળવી રાખી છે. સોની પર મારા વહાલા શોમાંથી તે એક છે અને હું આ અવિસ્મરણીય સિદ્ધિ
માટે બધા કલાકારો અને પ્રોડકશન ટીમને અભિનંદન આપું છું. બધાં પાત્રો એટલી બારીકાઈથી ઘડવામાં
આવ્યાં છે કે દરેકનાં મનમાં વિશેષ સ્થાન જમાવી દીધું છે. તે અસલ હળવોફૂલ કોમેડી શો છે. આથી આ
રીતે જ ખુશી ફેલાવતા રહો. નિખિલ ખુરાનાએ તેનું પોતાનું અને સંજનાનું પાત્ર બહુ જ ઉત્તમ રીતે
નિભાવ્યું છે. મને ખાતરી છે કે તે બહુ પડકારજનક છે. આખી ટીમનને અભિનંદન.
અનુષા મિશ્રા (સોની સબ પર તેરા ક્યા હોગા આલિયાની આલિયા)
જીજાજી છત પર હૈએ બોલકણી પ્રેમકથા તરીકે શરૂઆત કરી હતી અને મને ખુશી છે કે દરેકની
અપેક્ષાઓને પહોંચી વળી છે. શો હાસ્યસભર છે અને ખાસ કરીને હિબા અને નિખિલને તેમના યોગદાન
માટે શ્રેય જાય છે. જીજાજી છત પર હૈના કલાકારો, પ્રોડકશન ટીમ અને સોની સબે અભૂતપૂર્વ 500
એપિસોડ પૂરા કર્યા તે માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન. શો અને કલાકારો 500 એપિસોડથી ખુશી
ફેલાવી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે આગામી 500 એબિસોડ વધુ રોમાંચક રહેશે. દરેકને ખૂબ ખૂબ
અભિનંદન.