પચકુંટીર એપાર્ટમેન્ટમાં રહેતા અલંગના વેપારીનું અગાસી માંથી પગ લપસી જતા મોત

2308

ભાવનગર ના કાળુભા રોડ પર આવેલ પંચકૂટિર ના 4થા માળે બ્લોક ન.402માં રહેતા પંકજ કોઠારી નામના અલંગ અગ્રણી વેપારી નો એપાર્ટમેન્ટના અગાસીમાં પાણીનો ટાંકી ચેક કરવા જતા અચાનક પગ લપસી જતાં મોત નીપજ્યું હતું
પ્રાપ્ત અહેવાલ પ્રમાણે અલંગ માં મશીનરી ના વ્યવસાય સાથે સંકળાયેલા છે.બનાવ ની જાણ એ ડિવિઝન પોલીસ થતા ઘટના સ્થળે પહોંચી આ બનાવ ની વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને લઇ લોકો ના ટાળો ઉમટી પડ્યા હતા. આ બનાવથી અલંગ ના વેપારીઓ માં શોક ફેલાઈ ગયો હતો.

આ ઘટનામાં એપાર્ટમેન્ટ ના ચોકીદાર દ્વારા પોલીસને જણાવવામાં આવેલ કે તેઓ મારી પાસે અગાસીની ચાવી લેવા આવ્યા હતા અને જણાવ્યું હતું કે પાણીના ટાંકા સાફ કરતા નથી તો મૃતક પંકજભાઈ અગાસીમાં આવેલ પાણીની ટાંકીમાં પાણી ચેક કરી રહ્યાં હતા ત્યારે અચાનક પગ લપસી જતાં પડી ગયેલ અને મોત નીપજ્યું હતું.

Previous articleઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
Next articleસુજનીપુરની ૧૪ વર્ષિય ખેડૂતપુત્રી બકી ચૌધરીને રાષ્ટ્રીય કક્ષાએ ફેન્સિંગ ચેમ્પિયનશિપની ટીમ ઈવેન્ટમાં સુવર્ણ પદક