ભાવનગર સીએ સ્ટુડન્ટ એસોસીએશન દ્વારા તારીખ 14 ને શનિવારના રોજ માધવબાગ, ટોમટીના રેસ્ટોરન્ટ આવેલ ગ્રાઉન્ડ પર ક્રિકેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તથા સીએ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ આયોજન ના અંતમાં ઇનામ વિતરણ તથા બેસ્ટ ટીમ એવોર્ડનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સીએ અમિતભાઈ ભટ્ટ, તેજસભાઈ અંધારિયા, વૈભવ કોઠારી, તથા સ્ટુડન્ટ નિમિત સોલંકી, ભૂમિપ શાહ, જીમીત જાની તથા મનોજ રાઠોડ સહિતના વિદ્યાર્થીઓએ સારી જહેમત ઉઠાવી હતી.